Friday, December 3, 2021
Homeગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં શિવાનંદ હોસ્પિટલની આગનો રિપોર્ટ રજૂ કર્યો, મંગળવારે રિપોર્ટની...
Array

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં શિવાનંદ હોસ્પિટલની આગનો રિપોર્ટ રજૂ કર્યો, મંગળવારે રિપોર્ટની ચર્ચા થશે.

રાજકોટના આનંદ બંગલા ચોક નજીકની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં પખવાડિયા પહેલા આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં હતા. સુપ્રીમે સુઓમોટો નોંધ લીધી હતી, ત્યારબાદ આગનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. જેને પગલે ગુજરાત સરકારે રાજકોટની કોવિડ હોસ્પિટલની આગનો રિપોર્ટ રજૂ કર્યો છે. આવતી કાલે રિપોર્ટ અંગેની ચર્ચા થશે.

ઉદય શિવાનંદ હોસ્પિટલની આગમાં 5 કોવિડ દર્દી ભડથું થઈ ગયા હતા
ઉદય શિવાનંદ હોસ્પિટલની આગમાં 5 કોવિડ દર્દી ભડથું થઈ ગયા હતા

 

સુઓમોટો નોંધ લઈ સુપ્રીમે આગની ઘટનાને ગંભીર ગણાવી હતી

સુપ્રીમે સુઓમોટો લઈ કહ્યું હતું કે આ અત્યંત આઘાતજનક ઘટના છે અને આ કાંઈ પહેલી નથી. સુપ્રીમ કોર્ટે, સોલિસિટર જનરલ તુષાર મહેતાને સ્પષ્ટ આદેશ આપ્યો, જે પણ આના માટે જવાબદાર હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ. જસ્ટિસ શાહે નોંધ કરી. કોઈપણ દુર્ઘટનાનું માત્ર કારણ આપીને સંતોષ માણી ન લો, આની કિંમત આપણે આવી દુર્ઘટનાઓના પુનરાવર્તનથી ચૂકવવી પડી રહી છે. તમે આવી ઘટનાના મૂળમાં જવું જોઈએ, સાચું કારણ શોધવું જોઈએ. અમદાવાદની એ હોસ્પિટલમાં શું થયું? કાર્યવાહી પૂરી થઈ ગઈ…. આ તો ખૂબ ગંભીર બાબત છે.

ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ બાદ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું
ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ બાદ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું

 

કોવિડ હોસ્પિટલમાં સુપ્રીમ કોર્ટની ટીમ ફાયર સેફ્ટી તપાસશે

અમદાવાદ, રાજકોટ કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટનાને પગલે ફાયર સેફ્ટી સિસ્ટમ લાગી છે કે કેમ? તે અંગે ચકાસણી કરવા સુપ્રીમ કોર્ટે રચેલી કમિટી રાજ્યના 4 મોટા શહેરોમાં સ્થળ તપાસ કરી રહી છે. આ કમિટી મહિનાના અંતમાં સુરત આવે તેવી શક્યતા ફાયરે વ્યક્ત કરી છે. સીએફઓ બસંત પરીખનું કહેવું છે કે, શહેરમાં 37 કોવિડ હોસ્પિટલો છે. સુપ્રીમ કોર્ટની કમિટી તપાસ માટે આવશે. આ કમિટીમાં એક તબીબ, એક ફાયર ઓફિસર, એક ઇલેક્ટ્રીક ડિપાટમેન્ટના તજજ્ઞ છે. કોવિડ હોસ્પિટલોમાં સરવે કરી નોટીસ આપી ચકાસણી કરી છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments