Sunday, November 28, 2021
Homeગુજરાત સરકારે ટાટા,અદાણી અને એસ્સાર પાવરના ઊંચા વીજ ટૅરિફ વસૂલીની મંજૂરી રદ્દ...
Array

ગુજરાત સરકારે ટાટા,અદાણી અને એસ્સાર પાવરના ઊંચા વીજ ટૅરિફ વસૂલીની મંજૂરી રદ્દ કરી : સૂત્ર

પાવર સેક્ટરની મોટી કંપનીઓને ગુજરાત સરકારે જોરદાર ઝટકો આપ્યો છે. પાવર પુરવઠો આપતી આ કંપનીઓને વર્ષ 2018માં કોલસાનાં વધેલા ભાવને ધ્યાનમાં રાખીને વધુ ટેરીફ વસુલવાની જે મંજૂરી આપવામાં આવી હતી તે રદ્દ કરી દેવામાં આવી છે. સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે કોલ્સના ઘટી ગયેલા ભાવને કારણે જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે પાવર કંપનીઓને અગાઉ ઊંચા ટેરીફની મંજૂરીને પાછી ખેંચી લેતા ગુજરાતમાં અદાણી, ટાટા અને એસ્સાર કંપનીને જોરદાર ઝટકો લાગ્યો છે. સરકારે અગાઉ વર્ષ 2018માં પાવર ખરીદ કરારમાં સંશોધન કરીને આ પાવર કંપનીઓને ઊંચા ટેરીફ વસુલવા માટે છૂટ આપી હતી. હવે ગુજરાત સરકાર દ્વારા આ મંજૂરીને પાછી ખેંચી લેતા ટાટા પાવર, અદાણી પાવર અને એસ્સાર પાવરને જોરદાર ઝટકો લાગ્યો છે. સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે હાલમાં જ કેબિનેટ બેઠકમાં સરકારે ઠરાવ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના જૂના નિર્ણયથી ત્રણ પાવર કંપનીઓ માટે ટેરીફનો માર્ગ મોકળો થતો હતો.  આ ત્રણ કંપનીઓએ સરકાર સાથે 25 વર્ષ સુધી 4600 MW power સપ્લાય કરવાનો કરાર કર્યો છે. જેમાં અદાણીનાં કુલ 2000 MW, ટાટા પાવર સાથે 1800 MW અને એસ્સાર સાથે 800 MWનો કરાર થયો છે.

નોંધનીય છે કે વર્ષ 2018માં ગુજરાત સરકારે આ નિર્ણય એક હાઈપાવર કમિટીની ભલામણ બાદ લીધો હતો. આ કમિટીએ ભલામણ કરી હતી કે કોલસા આધારિત પાવર પ્લાન્ટ જેમાં ટાટા, અદાણી અને એસ્સાર પાવરનો સમાવેશ થાય છે તે કંપનીઓને વધુ ટેરીફની મંજૂરી આપવામાં આવે. આ કંપનીઓ ઇન્ડોનેશિયાથી કોલસાની આયાત કરે છે અને તે સમયે ઇન્ડોનેશિયામાં કાયદામાં ફેરફારના કારણે આયાત મોંઘી થઇ જવાના કારણે આ ભલામણ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments