ગુજરાત સરકાર તરફથી ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાઓમા સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન કરીને શહેર અને ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ કોઈ પણ પ્રકારના ખર્ચ વિના જાતીના દાખલા, આવકના દાખલા અને આધારકાર્ડના સુધારા વધારા, રેસનકાર્ડને લગતી બાબતો આમ અન્ય કામો માટે આજે દહેગામ ખાતે આવેલ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલમા સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
ત્યારે આ કાર્યક્રમમા જુદા જુદા ટેબલો ગોઠવીને જુદા જુદા વિભાગના કર્મચારીઓ હાજર રહીને પ્રજાકીય પ્રશ્નોને વાચા મળે તેવુ આયોજન સેવાસેતુ કાર્યક્રમમા ગોઠવામા આવ્યુ છે. અને દહેગામ શહેરના લાભાર્થીઓ આ સેવાસેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો. અને આજે આ પ્રસંગે દહેગામ તાલુકાના ધારાસભ્યશ્રી, દહેગામ નગરપાલિકાના પ્રમુખ, સ્થાનિક મામલતદાર અને ચીફ ઓફીસર તેમજ નગરપાલિકાના કોર્પોરેટરો હાજર રહીને લાભાર્થીઓને માહિતી પુરી પાડીને જુદા જુદા પ્રકારના ફોર્મનુ વીતરણ કરી તેનો લાભ લાભાર્થીઓને મળે તેના માટે સુચારુ આયોજન ગોઠવ્યુ હતુ.
બાઈટ : બીમલભાઈ અમીન, નગરપાલિકા પ્રમુખ
આ સરકરના સેવાસેતુ કાર્યક્રમમા આજે મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલમા મોટી સંખ્યામા લાભાર્થીઓ હાજરી રહીને પોત પોતાના કામો બહુ સરળતાથી થાય તેના માટે સવારથી જ હાજર થઈ ગયા હતા આમ આજે સરકારના સેવાસેતુ કાર્યક્રમના પાંચમા તબક્કાની શુભ શરૂઆત આજથી થવા પામી છે અને ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકામા સરકારનો સેવાસેતુ કાર્યક્રમ યોજવામા આવશે તેવી અરજદારો નોધ લે.
- દહેગામ શહેરમા આવેલ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ
- આજના સેવાસેતુ કાર્યક્રમમા તમામ શાખાઓના કર્મચારીઓ હાજર રહીને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી હતી
- આજના સેવાસેતુ કાર્યક્રમમા આવકના દાખલા, જાતીના દાખલા, આધારકાર્ડના સુધારા વધારા, વિધવા સહાય અપંગો તેમજ જુદી જુદી શાખાઓ દ્વારા લાભાર્થીઓને વિવિધ પ્રકારના લાભો મળવા પામ્યા હતા
- આજના આ સેવાસેતુ કાર્યક્રમમા લાભાર્થીઓને કોઈ ખર્ચ વીના તમામ પ્રકારના પુરાવા આપવાથી કામો થાય છે
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર