Wednesday, December 8, 2021
Homeકોરોનાને કારણે ખાલી થઈ રહેલી ગુજરાત સરકારની તિજોરીમાં આવક શરૂ, GSTની આવકમાં...
Array

કોરોનાને કારણે ખાલી થઈ રહેલી ગુજરાત સરકારની તિજોરીમાં આવક શરૂ, GSTની આવકમાં 11 ટકાનો વધારો

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં વેપાર-ધંધા, રોજગારની ગાડી ધીમે ધીમે પાટે ચડી રહી છે, જનજીવન સામાન્ય બની રહ્યું છે, ગુજરાત સરકારની તિજોરી પર માર્ચથી જુલાઇ મહિનામાં ભારે મોટું નુકસાન થયું છે, પરંતુ ઓગસ્ટથી આવકમાં ધીમે ધીમે વધારો જોવા મળ્યો છે, જેમાં નવેમ્બર મહિનામાં GSTની આવકમાં 11 ટકા વૃદ્ધિ થઈ છે, અન્ય રાજ્યોની સરખામણીમાં પણ ગુજરાતની સ્થિતિ સામાન્ય થઈ રહી છે.

ઓગસ્ટનું જીએસટી કલેક્શન 6030 કરોડ રૂપિયા હતું

રાજ્યના નાણાં વિભાગનાં સૂત્રોએ કહ્યું હતું કે નવેમ્બર 2019માં રાજ્યની આવક 6806 કરોડ રૂપિયા હતી, જ્યારે નવેમ્બર 2020માં 7566 કરોડ રૂપિયા થઇ છે. રાજ્ય સરકારમાં ઓગસ્ટનું જીએસટી કલેક્શન 6030 કરોડ રૂપિયા હતું, એ સપ્ટેમ્બરમાં વધીને 6787 કરોડ રૂપિયા થયું હતું. આ સૂચવે છે કે કોરોના સંક્રમણને લગતી સમસ્યા વચ્ચે સરકારની જીએસટીની આવકમાં વધારો થઇ રહ્યો છે. જોકે હજી સરકારની આર્થિક સ્થિતિ સામાન્ય થઇ શકી નથી.

જીએસટી સંગ્રહમાં વાર્ષિક ધોરણે 6 ટકાની વૃદ્ધિ નોંધાઈ

ગુજરાતમાં કોરોના સંક્રમણની અસરમાંથી રાજ્ય સરકારની આવક બહાર આવી ચૂકી છે અને અનલોકના સમયમાં સરકારે ગયા વર્ષના નવેમ્બર મહિનાની સરખામણીએ આ નવેમ્બરમાં 11 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની આવકમાં વૃદ્ધિ કરી છે. સરકારની નાણાકીય સ્થિતિ સુધરી રહી છે, જેનું પ્રતિબિંબ આવતા વર્ષે 2021-22ના સામાન્ય અંદાજપત્રમાં પડી શકે છે.

સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં જીએસટી સંગ્રહમાં વાર્ષિક ધોરણે 6 ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ સમયે માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઇ મહિનામાં જીએસટીની આવક નહીંવત જોવા મળી હતી. આ મહિનાઓમાં સરકારની આવકમાં મોટું નુકસાન થયું છે.

પાડોશી રાજ્યોની તુલનામાં ગુજરાત સબળ પુરવાર થયું

ગુજરાતની સરખામણીએ દેશનાં અનેક રાજ્યોમાં હજી જીએસટીની આવકમાં નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો છે. ગુજરાતનાં પડોશી રાજ્યોમાં નવેમ્બર 2019 અને નવેમ્બર 2020ની તુલના કરીએ તો જીએસટીની આવકમાં સુધારો થયો નથી. મધ્યપ્રદેશની આવકમાં માત્ર બે ટકાનો તેમજ મહારાષ્ટ્રની આવકમાં માઇનસ છ ટકા સુધી નુકસાન જોવા મળી રહ્યું છે, જ્યારે રાજસ્થાનની આવકમાં પણ બે ટકાનો વધારો જોવા મળ્યો છે. પાડોશી રાજ્યોની તુલનામાં ગુજરાત સબળ પુરવાર થયું છે.

કણાર્ટકમાં માઇનસ 12 ટકાનું નુકસાન

નવેમ્બર મહિનામાં સૌથી વધુ 68 ટકાનો વધારો અરુણાચલ પ્રદેશનો છે. સિક્કિમમાં 42 ટકા અને ત્રિપુરામાં 13 ટકાનો વધારો જોવા મળ્યો છે. દાદરા અને નગરહવેલીમાં તો આ વૃદ્ધિ 105 ટકા સુધી પહોંચી છે. કણાર્ટકમાં માઇનસ 12 ટકાનું નુકસાન છે. કેરળમાં પણ માઇનસ સાત ટકા, બિહારમાં માઇનસ 12 ટકા છે. જોકે તામિલનાડુમાં ગુજરાત પછી 10 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments