ગુજરાત: GSRTC તંત્રની પણ ડીઝીટીલાઇઝેશન તરફ આગળ કુચ

0
92

હવે થી ગુજરાતમાં એસટી નિગમ ની બસમાં મુસાફરી વધુ સહેલી બનશે. હવેથી મુસાફરો ઘરેથી જ STની એપ્‍લીકેશન પરથી ટીકીટ બુક કરાવી અને કેન્‍સર પણ કરાવી શકશે. ગુજરાત સરકારના ડીજીટલ ઇન્ડીયાના હેતુને લઇને હવે સરકારી વિભાગ પણ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે.

મહેસુલ વિભાગ, RTO વિભાગમાં ઓનલાઈન સેવાઓમાં વધારો કરીને હવે ST વિભાગમાં પણ ડીજીટલ સેવાનો વધારો કરવામાં આવ્યો છે. જે રીતે પ્રવાસીઓ રેલવેમાં ટિકિટનું એડવાન્સ બુકિંગ કરાવે છે તેજ રીતે હવે પ્રવાસીઓ એસટી નિગમની બસ માં પણ બુકિંગ કરાવી શકશે. ટિકિટ આસનાથી કેન્સલ પણ થઇ શકશે.

આ સુવિધા હવે ગુજરાત ST વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. તાજેતરમાં GSRTC દ્વારા એક મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લીકેશનમાં ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. જેમાં એડવાન્સ બુકિંગ, ઓનરૂટ બુકિંગ, ટિકિટ કેન્સલેશન, વ્યૂ બુકિંગ, ટ્રેકમાય બસ, રીટ્રીવ ટ્રાન્ઝેક્શન પાસવર્ડ, વ્યૂ ટિકિટ, ટાઈમ ટેબલ, રી-શિડ્યુલ ટિકિટ, હાયર બસ સુવિધાઓનો સમાવેશ થાય છે. આ એપ્લીકેશનથી મુસાફરને થતા ફાયદાઓ બાબતે વાત કરવામાં આવે તો મુસાફરને કોઈ પણ જગ્યા પર જવું જશે તો તે એડવાન્સ ટિકિટમાં જઈને પોતાની ટિકિટ 60 દિવસ પહેલા બુક કરાવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here