Saturday, September 18, 2021
Homeગુજરાતમાં અત્યાર સુધીમાં 34 ટકા વરસાદ, 18 તાલુકાઓમાં 50 ટકાથી વધુ વરસાદ...
Array

ગુજરાતમાં અત્યાર સુધીમાં 34 ટકા વરસાદ, 18 તાલુકાઓમાં 50 ટકાથી વધુ વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સારા પ્રમાણમાં વરસાદ થયો છે. બંને ઝોનના જળાશયોમાં પણ નવા નીર આવ્યાં છે. ત્યારે રાજ્યમાં એવા અનેક વિસ્તારો છે જ્યાં વરસાદની ઘટ જોવા મળી છે. રાજ્યના 18 તાલુકાઓમાં અત્યાર સુધીમાં માત્ર 50 ટકાથી વધુ વરસાદ થયો છે. જ્યારે 9 તાલુકાઓ એવા છે.જેમાં 9 ટકાથી ઓછો વરસાદ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 86 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11 ઈંચ વરસાદ થયો છે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો વલસાડ જિલ્લાના ધરમપુરમાં 51 મીમી, કપરાડામાં 42 મીમી, નવસારીના ખેરગામમાં 30 મીમી, વાંસદામાં 21 મીમી, સાબરકાંઠાના પોશીનામાં 22 મીમી, તાપીના ડોલવણમાં 21 મીમી, ડાંગના વઘઈમાં 16 અને આહવામાં 15 મીમી વરસાદ થયો છે. જ્યારે બાકીના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 34 ટકા વરસાદ થયો છે.

રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ

ઝોન ઈંચ ટકાવારી
ઉત્તર ગુજરાત 8.22 29.23
દક્ષિણ ગુજરાત 21.96 38.17
મધ્ય ગુજરાત 10.51 33.09
સૌરાષ્ટ્ર 9.17 33.29
કચ્છ 5.51 31.54
સમગ્ર ગુજરાત 11.52 34.85

આ તાલુકાઓમાં 50 ટકાથી વધુ વરસાદ

તાલુકો ટકાવારી
આણંદ 70.6
તીલકવાડ 65.42
લોધિકા 61.43
છોટા ઉદેપુર 59.07
ગારિયાધાર 56.42
ભુજ 55.63
રાજકોટ 54

આ તાલુકાઓમાં 15 ટકા જ વરસાદ થયો

તાલુકો ટકાવારી
લાખાણી 7.41
થરાદ 8.17
ઠાસરા 10.31
વાવ 10.94
ભીલોડા 11.45
સાંતલપુર 12.88
ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે.
ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદમાં નોંધાયો

જો રાજ્યમાં ટકાવારીની વાત કરીએ તો સૌથી વધુ 70.6 ટકા વરસાદ ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં નોધાયો છે. જ્યારે ઈંચમાં પડેલ વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 47.8 ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌથી ઓછા બનાસકાંઠાના લાખણી તાલુકામાં પોણો ઈંચ અને થરાદ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે, જે ટકાવારીની દૃષ્ટીએ 7.41 ટકા અને 8.17 ટકા વરસાદ થયો છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદમા નોંધાયો
રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદમા નોંધાયો

આ વિસ્તારોમાં વરસાદની ઘટ છે

રાજ્યમાં ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં તેમજ નર્મદાના તીલકવાડ, રાજકોટના લોધીકા, ધોરાજી, જામનગરના કાલાવડ, ભાવનગરના ગારીયાધાર, કચ્છના ભુજ, વડોદરાના પાદરા, ગીર સોમનાથના વેરાવળ, નવસારીના ખેરગામ, ભરૃચના અંકલેશ્વર, નવસારીના નવસારી, સુરતના મહુવા, બોટાદના બોટાદ તાલુકામાં અને બનાસકાંઠાના દાંતા તાલુકામાં સિઝનના એવરેજ વરસાદની સરખામણીએ 50 ટકા કરતાં વધુ વરસાદ વરસ્યો છે. બીજી તરફ બનાસકાંઠાના લાખણી, થરાદ, વાવ તેમજ ખેડાના ઠાસરા, પાટણના સાંતલપુર, રાજકોટના વીંછીયા અરવલ્લીના ભીલોડા તાલુકામાં 15 ટકા પણ વરસાદ નથી.

હજુ આવતીકાલ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે
હજુ આવતીકાલ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે

30મી જુલાઈ સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments