ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જી.આર. ઉધવાનીના અવસાનને પગલે સોમવારે હાઇકોર્ટ સહિત રાજ્યની તમામ કોર્ટ બંધ રહેશે

0
10

ગુજરાત હાઈકોર્ટના સીટીંગ જજ જસ્ટિસ જી.આર. ઉધવાનીના અવસાનના શોકમાં રાજ્યની તમામ કોર્ટ અને તેમની કચેરીઓ આવતીકાલે સોમવારે બંધ રહેશે. ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત હાઈકોર્ટના જજના અવસાન બદલ તમામ કોર્ટ બંધ રહેશે. હાઇકોર્ટ ચીફ જસ્ટિસ વિક્રમનાથ પણ 7મી ડિસેમ્બરથી 11મી ડિસેમ્બર સુધી ઉપલબ્ધ નથી. આ સિવાય જસ્ટિસ જી.આર. ઉધવાનીના 7 અને 8 ડિસેમ્બરના રોસ્ટરમાં લાગેલા કેસ જસ્ટિસ વી.એમ. પંચોલી સાંભળશે.

ઉધવાનીની 2004માં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણુંક

મૂળ અમદાવાદના વતની જસ્ટિસ જી.આર. ઉધવાનીએ 1986માં એલ.એ લો કોલેજમાંથી LLB કર્યું હતુ. 1987માં તેમણે વકીલાત તરીકેની પ્રેક્ટીસ શરૂ કરી હતી. વર્ષ 1997માં અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટના જજ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જસ્ટિસ જી.આર. ઉધવાનીની વર્ષ 2004માં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. 2011 થી 2012 વચ્ચે તેઓ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પણ રહી ચૂક્યા છે.

સિટિંગ જજના કોરોનાથી મૃત્યુની પ્રથમ ઘટના

5 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જી.આર. ઉધવાનીનું કોરોનાથી નિધન થયું હતું. તેમની એક સપ્તાથી સારવાર ચાલતી હતી. શુક્રવારથી તેઓ વેન્ટિલેટર પર હતા. 59 વર્ષીય જસ્ટિસ ઉધવાની સહિત 3 જજનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત હાઇકોર્ટેના ત્રણ જજ કોરોના સંક્રમિત થયા હતા, જેમાં જસ્ટિસ એસી રાવ, જસ્ટિસ જી.આર. ઉધવાણી અને જસ્ટિસ આર.એમ. સરીન કોરોના સંક્રમિત થયા હતા. આ પહેલાં હાઈકોર્ટેના રજિસ્ટ્રી વિભાગના અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા.

ઉધવાની 2003માં પોટાના એડિ. જજ બન્યા હતા

જસ્ટિસ ઉધવાનીએ વર્ષ-2012માં ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તે અગાઉ 2011માં તેઓ હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલ હતા. તેમણે 1986માં એલ. એ શાહ લો કોલેજમાંથી એલ. એલ.બીની ડીગ્રી મેળવી હતી. 2003માં તેઓ સ્પેશ્યલ કોર્ટ (પોટા)ના એડિશનલ જજ તરીકે નિમણૂક પામ્યા હતા. હાઇકોર્ટમાં વકીલોમાં તેઓ મૃદુભાષી અને શિસ્તના આગ્રહી તરીકે ઓળખાતા હતા. જુનિયર વકીલોને પોતાની કોર્ટમાં દલીલ કરતા ડર ન રહે તે પ્રકારે પ્રોત્સાહન પણ આપતા હતા.

ઉધવાનીએ ગોધરાકાંડનો ચુકાદો આપ્યો હતો

ગોધરાકાંડના આરોપીઓએ તેમને કરેલી સજાને હાઇકોર્ટમાં પડકારતી અપીલ કરી હતી. તેની બલ્કમાં થયેલી અપીલ 2 વર્ષ સુધી ચલાયા બાદ તેમણે ચુકાદો આપ્યો હતો. દરમિયાન છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 296 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 દર્દી મૃત્યુ પામ્યા હતા. કેસની સમીક્ષાને આધારે 3 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. બીજી તરફ અમદાવાદ જિલ્લામાં 3 મહિના પછી 36 કેસ નોંધાયા છે. ધોળકામાં સૌથી વધુ 8 અને દેત્રોજમાં 7 કેસ નોંધાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here