અમદાવાદ : ગુજરાતની મેટ્રો સિટી અમદાવાદમાં રોગચાળો વધ્યો, સ્થાનિકો ડેન્ગ્યુ-મલેરિયાના શિકાર બન્યાં

0
27

(અહેવાલ : રવિ કાયસ્થ )

  • કેસોમાં સતત વધારો થવાથી હોસ્પિટલમાં જગ્યાઓ ખૂટી, દર્દીઓએ જમીન પર સારવાર લીધીઅમદાવાદ: રાજ્યમાં વરસાદ બાદ રોગચાળો વધ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઝેરી મચ્છરોનો ત્રાસ વધતો જઇ રહ્યો છે. જેના કારણે તાવ, મલેરિયા, ટાઇફોડ, ઝાડા ઉલ્ટી, કમળા સહિતના હજારો કેસ નોંધાઇ રહ્યા છે.
  • દર્દીઓ હોસ્પિટલની બહાર બેસીની પોતાના નંબરની રાહ જોવે છે
    ગુજરાતની મેટ્રો સિટી કહેવાતું અમદાવાદ અત્યારે રોગચાળાના સકંજામાં ફસાયું છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગદકી અને ગટરના પાણીથી મચ્છરોનો ત્રાસ વધતો જઇ રહ્યો છે. જેના કારણે અમદાવાદ સિવિલથી લઇ પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાઇન લાગી ગઇ છે. આટલા મોટાપાયે રોગચાળો ફાટી નીકળતા હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે જગ્યા રહી નથી. ઘણા લોકો જમીન પર અથવા હોસ્પિટલની બહાર બેસીની પોતાના નંબરની રાહ જોતા સામે આવ્યા છે. વરસાદી પાણી બાદ ગદકી એટલી હદ સુધી વધી ગઇ છેકે, ઠેર ઠેર મચ્છી-મચ્છરોના કારણે રોગચાળો ફેલાયો છે. સરકારીની સાથે સ્થાનિક હોસ્પિટલોમાં પણ દર્દીઓના ઢગલા થઇ ગયા છે. ત્યારે આ પ્રકારની મુશ્કેલીઓમાં તંત્ર કેમ કોઇ પગલા નથી લેતી તેના પર સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

    રોગચાળાના કારણે ફેલાયેલા કેસના આંકડા
    ચાલુ વર્ષની વાત કરીએ તો, રોગચાળાના કારણે સાદા મલેરિયાના 550થી વધારે, ઝેરી મલેરિયાના 50, ડેન્ગ્યુના 85થી વધારે અને ચીકનગુનીયાના 2 જેટલા કેસો નોંધાયા છે. ઉપરાંત ઝાડા ઉલ્ટીનાં 300થી વધારે, કમળાના 190, ટાઈફોઇડના 390થી પણ વધારે કેસો નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here