દહેગામ નગરપાલિકા વિસ્તારમા આવેલ કુમારશાળામા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ નો કાર્યક્રમ યોજાયો

0
39

દહેગામ નગરપાલિકા વિસ્તારમા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦ થી ૨૦૨૨ નો કાર્યક્રમ દહેગામ કુમારશાળા ખાતે યોજાતા આ કાર્યક્રમમા વિશાળ જનમેદની ઉમટી પડી અને આ કાર્યક્રમનુ વહીવટી સંચાલન ખુબ જ સુંદર રીતે કરવામા આવ્યુ હતુ.

ભારતના વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીએ સહી પોષણ દેશ રોશન આહવાનને ચરીથાર્ત કરવા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ બાળકો, કીશોરીઓ અને માતાઓના પોષણસ્તરમા  વધારો કરવાના હેતુથી આ વર્ષે જનસમુદાય સર્વે જનસમુદાય વિભાગો, રાજ્યની તમામ સ્વેચ્છીક સંસ્થાઓના સહીયારા પ્રયાસથી શુપોષીત ગુજરાત બનાવવાના આ ભગીરથ કામમા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ ની રચના ઘડવામા આવી છે અને આ કાર્યક્રમ ૩૦ થી ૧ ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજ્યમા આયોજન થઈ રહ્યુ છે.

તેના અનુસંધાનમા છેલ્લા ત્રણ દીવસથી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા અને દહેગામ શહેરમા આ કાર્યક્રમા આયોજન દહેગામ તાલુકાના અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ છેલ્લા ત્રણ દીવસથી ખડેપગે ઉભા રહીને આ કાર્યક્રમનુ આયોજન સારુ થાય તેના માટે તનતોડ પ્રરીશ્રમ કરીને સરકારના આ કાર્યક્રમને દહેગામ શહેર અને તાલુકા ખાતે ખુબ જ સફળતા મળવા પામી છે તેમા તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, સીડીપીઓ, આરોગ્ય અધિકારીઓ, આગણવાડી બહેનો, આશાવર્કરો, નગરપાલિકાના અધિકારી, ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના પ્રમુખ અને દહેગામ તાલુકાના તમામ ખાતાના સરકારી કર્મચારીઓએ સારી જહેમત ઉઠાવીને આ ત્રણ દીવસના કાર્યક્રમને શાંતીમય માહોલમા ઉજવણી કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે.

બાઈટ : બીમલભાઈ અમીન, દહેગામ નગરપાલિકા પ્રમુખ

તેના અનુસંધાનમા આજે દહેગામ ખાતે આવેલ દહેગામ નગરપાલિકા વિસ્તારમા ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમ કુમારશાળા ખાતે આયોજન કરવામા આવતા આ પ્રસંગે ગુજરાતના પ્રભારી સચીવ સંજીવકુમાર, નગરપાલિકા પ્રમુખ બીમલભાઈ અમીન, તાલુકા વિકાસ અધિકારી રૂબીબેન રાજપુત અને આ કાર્યક્રમને ખુબ જ સફળતા અપાવનાર સીડીપીઓ ઉર્મીલાબેન પટેલ અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો તેમજ દહેગામ મામલતદાર એચ એલ રાઠોડ તેમજ તમામ શાખાઓના સરકારી કર્મચારીઓ તેમા આંગણવાડી બેનો તેમજ અન્ય સંસ્થાઓના આગેવાનોએ સારી જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સારી સફળતા અપાવી છે. અને આઈસીડીએસ ના કર્મચારીઓએ છેલ્લા ત્રણ દીવસથી ગામેગામ ફરીને આ કાર્યક્રમને ક્યાય તકલીફ   ન પડે તેના માટે સારી કામગીરી કરી હતી.

આજે દહેગામ કુમારશાળા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમા આયોજકો દ્વારા ખુબ જ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ અને છેલ્લા ત્રણ દીવસથી ચાલી રહેલા આ કાર્યક્રમને સારી સફળતા મળતા સમગ્ર આયોજકોનુ આજના કાર્યક્રમમા સારી પ્રસંશા થવા પામી હતી.

  • દહેગામ નગરપાલિકા વિસ્તારમા આવેલ કુમારશાળામા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ નો કાર્યક્રમ યોજાયો તેમા જિલ્લા પ્રભારી સચીવ અને અન્ય આગેવાનો હાજર રહીને આ કાર્યક્રમનુ સુંદર આયોજન કરવામા આવ્યુ
  • છેલ્લા ત્રણ દીવસથી ચાલતા ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમા દહેગામ તાલુકા પંચાયતા સીડીપીઓ ઉર્મીલાબેન પટેલ અને તાલુકા વિકાસ અધિકારી અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ ભારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને ખુબ જ સફળતા અપાવી છે
  • દહેગામ કુમારશાળામા યોજાયેલા ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમમા મોટી સંખ્યામા મહીલાઓ, કીશોરીઓ અને શાળાના વિદ્યાર્થીઓ અને અન્ય આગેવાનો વિશાળ સખ્યામા હાજર રહેવા પામ્યા હતા

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here