ઈન્ટર્ન ડૉક્ટરોને સ્ટાઈપેન્ડ આપવામાં દેશમાં ગુજરાત 15મા ક્રમાંકે, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ કરતાં 50 ટકા ઓછું ચૂકવાય છે

0
15

ગુજરાતમાં ઈન્ટર્ન ડૉક્ટરોએ ઓછામાં ઓછું 20 ટકા સ્ટાઈપેન્ડ મેળવવા માટે સરકાર સામે હાલમા મોરચો માંડ્યો છે. ત્યારે દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતના ઈન્ટર્ન ડૉક્ટરોને ચૂકવવામાં આવતા સ્ટાઈપેન્ડની રકમ ખૂબ જ ઓછી છે. દેશમાં ઈન્ટર્ન ડોક્ટરોને ચૂકવવામાં આવતાં સ્ટાઈપેન્ડમાં દેશમાં ગુજરાત 15મા ક્રમાંકે છે. રાજ્યના મેડિકલ ઈન્ટર્નને મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, દિલ્હી, તામિલનાડુ જેવા રાજ્યો કરતાં 50 ટકા જેટલું ઓછું સ્ટાઈપેન્ડ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. ગુજરાતમાં ખૂબ ઓછા એટલે કે 12 હજાર 800 રૂપિયા સ્ટાઈપેન્ડ ઈન્ટર્ન ડક્ટરોને હાલમાં ચૂકવવામાં આવે છે.

સ્ટાઈપેન્ડ માટે છેલ્લા બે વર્ષથી MCIએ સરકારને નોટીસ આપી છે
મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ 20 હજાર સ્ટાઈપેન્ડ ચુકવવા પર બે વર્ષથી દરેક સરકારને નોટિસ આપી છે, કોરોના કાળમાં ઈન્ટર્ન ડોક્ટરો જ યોદ્ધા તરીકે ખડેપગે સેવા કરી ત્યારે રાજ્ય સરકારે તાકીદે સ્ટાઈપેન્ડની રકમ પાછલી અસરથી 20 હજાર રૂપિયા લેખે આપવી જોઈએ. ગુજરાતમાં 6 સરકારી, સોસાયટીની 8 અને સેલ્ફ ફાઈનાન્સ 15 કોલેજમાં 5500 બેઠકો છે, ગત માર્ચથી તબીબી શિક્ષણ કાર્ય બંધ છે ત્યારે મેડિકલ કોલેજો સહિતની સંસ્થાઓમાં વહીવટી ખર્ચ, લેબોરેટરી ખર્ચ, ઈલેક્ટ્રિસિટી ખર્ચ થયા નથી, આ સ્થિતિમાં MBBS, MD, MS સહિતના મેડિકલ-પેરામેડિકલ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને એક સત્ર ફી માફી આપવી જોઈએ.

અન્ય રાજ્યોમાં આટલું સ્ટાઈપેન્ડ મળે છે

રાજ્ય સ્ટાઈપેન્ડ (હજારમાં)
કર્ણાટક 30000
આસામ 30000
પ.બંગાળ 28000
દિલ્હી 23000
તામિલનાડુ 22000
કેરળ 20000
ઓડિસા 20000
ગોવા 20000
તેલંગાણા 19500
ત્રિપુરા 18000
હિમાચલ પ્રદેશ 17000
ગુજરાત 12800

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here