Thursday, April 18, 2024
Homeગુજરાતમા સીઝનનો ૮૯.૩૦ ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમા સૌથી વધારે ૧૦૪ ટકા વરસાદ...
Array

ગુજરાતમા સીઝનનો ૮૯.૩૦ ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમા સૌથી વધારે ૧૦૪ ટકા વરસાદ નોંધાયો

- Advertisement -

ગુજરાતમા ચોમાસા દરમ્યાન થયેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ચાલુ સીઝનનો સરેરાશ વરસાદ ૮૯.૩૦ ટકા જેટલો થયો છે. જેના પરિણામે રાજ્યના ૨૦૪ જળાયોમાં ૩,૯૪,૭૫૧.૪૨ એમસીએફટી જેટલો જળસંગ્રહ થયો છે જે કુલ સંગ્રહશક્તિના ૭૦.૯૧ ટકા જેટલો થાય છે. જેના લીધે આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ શકશે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યભરમાંથી આજ તારીખ: ૨૩/૦૮/૨૦૧૯ સુધીમાં ૮૯.૩૦ ટકા સરેરાશ વરસાદ થયો છે. એમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૦૪.૯૫ ટકા જેટલો અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં ૬૭.૩૩ ટકા જેટલો નોંધાયો છે. જ્યારે કચ્છ ઝોનમાં ૧૦૨.૬૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૮.૮૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૪.૬૧ ટકા જેટલો સરેરાશ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યમાં થયેલ સાવર્ત્રિક વરસાદને પરિણાામે રાજ્યના ૨૦૪ જળાશયોમાં જે જળસંગ્રહ ૭૦.૯૧ ટકા છે તે ગત વર્ષે આજ તારીખે ૪૪.૨૧ ટકા જેટલો હતો. ઉત્તર ગુજરાતની ૧૫ યોજનામાં ૩૧.૧૨ ટકા, મધ્ય ગુજરાતની ૧૩ યોજનામાં ૯૩.૦૫ ટકા, દક્ષિણ ગુજરાતની ૧૩ યોજનાઓમાં ૭૯.૨૧ ટકા, કચ્છની ૨૦ યોજનામાં ૬૧.૩૮ ટકા અને સૌરાષ્ટ્રની ૧૩૯ યોજનાઓમાં ૫૩.૪૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યના ૨૦૪ જળાશયો પેકી ૩૪ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ ભરાયા છે. ૫૧ જળાશયો ૭૦ ટકા થી ૧૦૦ ટકા વચ્ચે, ૧૯ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે, ૪૨ જળાશયો ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૫૮ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular