Friday, September 17, 2021
HomeCBSE ધોરણ 12ના પરિણામથી ગુજરાતના વિદ્યાર્થીઓને અસંતોષ
Array

CBSE ધોરણ 12ના પરિણામથી ગુજરાતના વિદ્યાર્થીઓને અસંતોષ

સ્કૂલમાં પરિણામ લેવા માટે આવેલા વિદ્યાર્થીઓ - Divya Bhaskar

ગુજરાત બોર્ડ બાદ હવે CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન )બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં બપોરે 2 વાગ્યાથી જ વિદ્યાર્થીઓ સ્કૂલ પર ભેગાને પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. માસ પ્રમોશનના કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. આ પરિણામથી અનેક વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ઓફલાઈન પરીક્ષા લીધી હોત તો હજી સારુ પરિણામ આવ્યું હોત. પરંતુ વાલીઓમાં પરિણામથી ખુશી જોવા મળી છે.

સ્કૂલમાંથી આપવામાં આવેલી માર્કશિટ
સ્કૂલમાંથી આપવામાં આવેલી માર્કશિટ

સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટ કાઢીને અપાઈ

અમદાવાદની તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલમાં 2 વાગ્યા પહેલા જ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામ મેળવવા પહોંચી ગયા. 2 વાગ્યા જ પરિણામ જાહેર થતાં સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટ કાઢીને આપવામાં આવી હતી. પરિણામ હાથમાં આવતા જ વિદ્યાર્થીઓના મોઢા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સામાન્ય વર્ષ કરતા પરિણામ મોડા જાહેર થયું હતું. માસ પ્રમોશનના કારણે ધોરણ 10ના 30 ટકા, ધોરણ 11ના 30 ટકા અને ધોરણ 12ની સ્કૂલની પરીક્ષાના 40 ટકા માર્કસના આધારે ફાઈનલ પરિણામ આપવામાં આવ્યું હતું. પરિણામ આવતા વિદ્યાર્થીઓએ હવે આગળના અભ્યાસ માટે પ્રવેશ મેળવવાની તૈયારી દર્શાવી હતી.

વિદ્યાર્થીઓએ કહ્યું કે પરીક્ષા લેવાઈ હોત તો વધુ સારુ પરિણામ આવત
વિદ્યાર્થીઓએ કહ્યું કે પરીક્ષા લેવાઈ હોત તો વધુ સારુ પરિણામ આવત

બોર્ડની પરીક્ષા યોજાઈ હોત તો પરિણામ હજી સારુ આવત

અનન્યા દુબે નામની વિદ્યાર્થીનીએ વાતચીતમાં જણાવ્યું હતું કે હું બાયોલોજીની વિદ્યાર્થીની છું. આજે પરિણામ આવ્યું છે. કોરોનાને કારણે પહેલા ઓનલાઇન પરીક્ષા આપી હતી જે બાદ સ્કૂલની ઓફલાઈન પરીક્ષા પણ આપી હતી. બોર્ડની પરીક્ષા યોજાઈ હોત તો કદાચ પરિણામ સારું આવતું કારણકે અમે વાંચીને માર્કસ સિક્યોર કરેલ હતા જેટલા પણ માર્કસ આવ્યા છે તે સારા છે હવે નીટની તૈયારી કરીને MBBSમાં એડમિશન લેવું છે.

વાલીઓમાં ખુશી જોવા મળી
વાલીઓમાં ખુશી જોવા મળી

અણધાર્યું પરિણામ આવતાં વાલીઓ ખુશ

આશિત ચક્રવતી નામના વિદ્યાર્થીને જણાવ્યું હતું કે પરિણામથી હું ખુશ છું. અણધાર્યું પરિણામ આવ્યું છે. પરીક્ષા આપ્યા વિના જ પરિણામ આવ્યું છે તે વિચાર્યું નહોતું. પરીક્ષા માટે તૈયારી પૂરી કરી હતી, પરીક્ષા યોજાય કે ના યોજાય પણ તૈયારી પૂરી હતી. પરીક્ષા આપી હોત તો અત્યારે આવ્યું છે તે પરિણામની આસપાસ જ પરિણામ આવ્યું હોત. અર્ચના દુબે નામના વાલીએ જણાવ્યું હતું કે અમે પરિણામથી ખુશ છીએ. અમારા બાળકે આખા વર્ષની મહેનત કરી હતી. સ્કૂલમાં પણ ઓનલાઇન અને ઓફલાઈન એમ પરીક્ષા આપી હતી. બોર્ડની પરીક્ષા આપી હોત તો વિદ્યાર્થીને સંતોષ થાત.રોજ 6થી 7 કલાકની મહેનત ઉપરાંત અને 4-5 કલાકના રોજના ક્લાસ પણ કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments