બ્રિટન : કેન્સરનો ડર બતાવીને લંડનમાં ગુજરાતી ડૉ. મનીષ શાહે 25 મહિલાનું યૌન શોષણ કર્યું હતું, દોષિત જાહેર

0
20

લંડન: બ્રિટનમાં ભારતીય મૂળના એક ડૉક્ટર સામે 25 મહિલાના યૌનઉત્પીડનનો આરોપ સાબિત થયો છે. આ ગુનામાં લંડનની ઓલ્ડ બેલે કોર્ટે તેને તમામ 25 કેસમાં દોષિત ઠેરવ્યો છે. આ ડૉક્ટરની ઓળખ મનીષ શાહ તરીકે થઈ છે, જે લંડનમાં જનરલ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરતો હતો. હવે તેને 7 ફેબ્રુઆરીએ સજા સંભળાવાશે. ઓલ્ડ બેલે કોર્ટમાં સુનાવણી દરમિયાન માલુમ પડ્યું હતું કે મનીષ શાહ તેની પાસે સારવાર માટે આવેલી મહિલાઓને ડરાવવા સ્તન કેન્સરના સમાચારોનો સહારો લેતો હતો. ત્યાર પછી તે ડરામણી વાતો કરીને મહિલાઓને બ્રેસ્ટ ટેસ્ટ કરાવવા મનાવી લેતો. કેટલીક મહિલાઓને ડરાવવા માટે તો તેણે હોલિવૂડ સ્ટાર એન્જેલિના જોલીને સ્તર કેન્સર થયું હોવાના સમાચારોનો પણ સહારો લીધો હતો. તે સારવાર માટે આવેલી મહિલાઓ કે યુવતીઓને કહેતો કે એન્જેલિના જોલીને સ્તન કેન્સર થયું હતું તો તમારે પણ વહેલી તકે બ્રેસ્ટ ચેકઅપ કરાવી લેવું જોઈએ.

ડૉક્ટર મનીષ મહિલાઓના ડરનો ફાયદો ઉઠાવીને યોની અને સ્તનનું પરીક્ષણ કરતો

આ કેસમાં અનેક મહિલાઓએ કોર્ટમાં કહ્યું કે ડૉક્ટર મનીષ મહિલાઓના ડરનો ફાયદો ઉઠાવીને યોની અને સ્તનનું પરીક્ષણ કરતો. કોઈ મોટી બીમારીના ડરથી મહિલાઓ વિવિધ મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર થઈ જતી. આ રીતે તેણે અનેક મહિલાઓનું માનસિક અને યૌનઉત્પીડન કર્યું હતું. મે 2009થી જૂન 2013 વચ્ચે 50 વર્ષીય મનીષ શાહે પૂર્વ લંડનના માવની મેડિકલ સેન્ટરમાં પણ છ મહિલા દર્દીનું યૌનઉત્પીડન કર્યું હતું, જેમાં કેટલીક મહિલા દર્દીની ઉંમર 11 વર્ષ હતી. આ તપાસ દરમિયાન તેણે અનેક મહિલાઓનો અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. વર્ષ 2013માં કેટલીક મહિલાઓએ ફરિયાદ કર્યા પછી તેને સસ્પેન્ડ કરી દેવાયો હતો. એ પછી તેની સામે પોલીસ તપાસ શરૂ થઈ હતી.

હું ડિફેન્સિવ મેડિસિનની પ્રેક્ટિસ કરતો હતો-ડૉ. મનીષ શાહ

ડૉ. મનીષ શાહે આ તમામ આરોપોને ફગાવીને કહ્યું હતું કે હું ડિફેન્સિવ મેડિસિનની પ્રેક્ટિસ કરતો હતો. જોકે, કોર્ટે તેની દલીલો ફગાવી દીધી હતી અને 7 ફેબ્રુઆરી સુધી ચુકાદો અનામત રાખી લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here