Saturday, September 18, 2021
Homeરાજ્યમાં યોજાશે ગુજરાતી ભાષાની “ઉચ્ચ શ્રેણી”ની પરીક્ષા
Array

રાજ્યમાં યોજાશે ગુજરાતી ભાષાની “ઉચ્ચ શ્રેણી”ની પરીક્ષા

ભાષા નિયામકશ્રીની કચેરી દ્વારા લેવાતી ગુજરાતી ભાષાની “ઉચ્ચ શ્રેણી” ની પરીક્ષા આગામી ૩૦ અને ૩૧ જુલાઇ-૨૦૨૧ ના રોજ સરકારી કોમર્સ કોલેજ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજાશે. જેમાં ઉમેદવારોએ કોવિડની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. માસ્ક સિવાય ઉમેદવારોને પરીક્ષામાં પ્રવેશ મળશે નહીં એમ ભાષા નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ગુજરાતી ભાષાની ઉચ્ચ શ્રેણીની પરીક્ષાનું પેપર-૧ તા.૩૦/૭/૨૦૨૧ના રોજ બપોરે ૧૧-૦૦ થી ૧૪-૦૦ કલાકે, પેપર-૨ આજ દિવસે બપોરે ૧૫-૦૦ થી ૧૮-૦૦ કલાક દરમિયાન યોજાશે.

આ ઉપરાંત મૌખિક પરીક્ષા તા.૩૧/૭/૨૧ના રોજ સવારે ૧૧-૦૦ કલાકથી યોજાશે. તો જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોય તેવા સંબંધિત અધિકારી-કર્મચારીઓને પ્રવેશપત્ર ટપાલ દ્વારા મોકલી દેવાયા છે. તો અરજદારોએ પ્રવેશપત્ર અને કચેરીના ઓળખપત્ર સાથે ઉપસ્થિત રહેવા વધુમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments