Thursday, April 18, 2024
Homeદિયોદર : વાઘ બકરી ચા કંપની સામે ગુજરાતના નાઈ સમાજ રોષે ભરાયો,...
Array

દિયોદર : વાઘ બકરી ચા કંપની સામે ગુજરાતના નાઈ સમાજ રોષે ભરાયો, વિવિધ જગ્યાએ આવેદનપત્ર પાઠવી નોંધાવ્યો વિરોધ.

- Advertisement -
થોડા સમય અગાઉ વાઘ બકરી ચા કંપની નું એક પોસ્ટર વાયરલ થયું છે. જેમાં આગામી છ મહિના માં કેવી રીતે રહેવું જેની કેટલીક બાબતો નો સમાવેશ કરવામાં આવ્યો છે.  જેમાં એક મુદ્દો નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે વાળ કપાવવા માટે વાળદ ની દુકાને જવું નહીં, જાતે દાઢી કરવી અથવા તો વાળદને ઘરે બોલાવી દાઢી કરાવવી. જેવો એક મુદ્દો મુકવામાં આવ્યો હતો. જેને લઇ સમગ્ર ગુજરાત નાઈ સમાજ વાઘ બકરી ચા કંપની સામે વિરોધ નોંધાવી રહ્યા છે.
ત્યારે વાઘબકરી ચા કંપની સામે વિરોધના ભાગરૂપે આજે અમદાવાદ ખાતે અમદાવાદ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં ગુજરાતની નાયી વાળંદ સમાજની સંસ્થાઓએ સાથે રહીને કાર્યને સફળ બનાવવામાં આવ્યું. આ સમયે લિમ્બચ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ, અમદાવાદ બાર્બર શોપ એસોસિયેશન, ગુજરાત વાળંદ સેવા સંઘ ગુજરાત પ્રાંતિક નાયી સભા શ્રી સેનજી મહારાજ ટ્રસ્ટ વગેરે સંસ્થાઓના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લિમ્બચ યુવા સંગઠન પંચમહાલ જિલ્લા દ્વારા હાલોલ તથા ગોધરા અને કપડવંજ ખાતે લિમ્બચ યુવા સંગઠન કપડવંજ દ્વારા કપડવંજ ખાતે પણ વાઘબકરી ચા કંપનીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

 

અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular