Tuesday, March 18, 2025
HomeગુજરાતGUJARAT : Sarangpur હનુમાનજી મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ ઉજવાયો............

GUJARAT : Sarangpur હનુમાનજી મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ ઉજવાયો…………

- Advertisement -

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળગંપુર ધામમાં ધુળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે,વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શન હેઠળ શ્રી સાળંગપુર ધામમાં દાદાના પ્રાંગણમાં – દાદાના સાનિધ્યમાં સંતો અને ભક્તો સાથે આજે પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાયો છે.

આ રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. 7 પ્રકારના 51 હજાર કિલો રંગ અર્પણ કરાયો છે. સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરાયો છે. આ ઓર્ગેનિક સપ્ત ધનુષના રંગો ડાયરેક્ટ ઉદયપુરની ફેક્ટરીમાંથી મંગાવ્યા છે.કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું કે, આ જીવનનો અલૌકિક લ્હાવો હશે ભક્તિના રંગે રંગાવાનો. દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદકિલ્લોલ કર્યો છે.

મહત્ત્વનું છે કે, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાનારા ગુજરાતના સૌથી મોટા રંગોત્સવમાં 11 થી વધુ દેશ સહિત ગુજરાત અને અન્ય રાજ્યના લાખો ભક્તો આવ્યા છે આ માટે મંદિરના સંતો અને ભક્તો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી હતી.તો હરિપ્રકાશદાસજી સ્વામીના સાનિધ્યમાં અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સહિત સંતો અને દેશ દુનિયાથી પધારેલા હજારોની સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા છે.મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે ડેકોરેશન કરવામાં આવ્યું છે.

ગુજરાતના સૌથી મોટા રંગોત્સવના આકર્ષણ

01-મંદિર પરિસરમાં કલરના 70 થી 80 ફૂટ ઊંચા 500 બ્લાસ્ટ કરાયા

02-10 હજાર કિલો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઊડાડવામાં આવ્યા.

03-100 જેટલા રિબિન બ્લાસ્ટ કરવામાં આવ્યા

04-ભક્તો દાદાના રંગે રંગાયા બાદ રાસ-ગરબાની રમઝટ બોલાઈ

05-50 નાસિક ઢોલના સથવારે રંગોત્સવ ઉજવાયો

06-11થી વધુ દેશના ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવ્યા

દાદાને પંચરંગી વાઘા પહેરાવાયા

આ રંગોત્સવ અંગે વાત કરતાં પૂજારી સ્વામીએ જણાવ્યું કે, હોળી અને ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા પહેરાવાશે. દાદાની સન્મુખ 10થી 11 પ્રકારના ઓર્ગેનિક રંગ ધરાવાશે અને ફૂલનો અભિષેક કરવામાં આવશે. સવારે 8થી 11 વાગ્યા સુધી રંગોત્સવ યોજાયો હતો. આ દિવસના વિશેષ વાઘા રાજકોટમાં એક અઠવાડિયાની મહેનતે બનાવવામાં આવ્યા છે.”દાદાના દરબારમાં ઐતિહાસિક હોલી” હોલી ઉત્સવમાં ૧૪ માર્ચ ૨૦૨૫ને (પૂનમ) શુક્રવારના રોજ સવારે ૭:૩૦ થી ૧૧:૦૦ કલાકે પરિવાર સાથે દાદાના રંગે રંગાવા સાળંગપુરધામ પધારવા હાર્દિક આમંત્રણ હતુ.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular