રાજકોટ : ગુજરાતની પ્રથમ સ્માર્ટ સરકારી શાળા, સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ 75 ઇંચના TVમાં સ્માર્ટ ક્લાસથી અભ્યાસ કરશે

0
32

રાજકોટઃ આજના સમયમાં સામાન્ય રીતે પોતાના સંતાનોને અભ્યાસ માટે ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવાનો એક ગાડરીયો પ્રવાહ ચાલી રહ્યો છે અને વાલીઓ માને છે કે, સરકારી કરતા ખાનગી શાળાઓમાં તેમના સંતાનોને સારૂ શિક્ષણ મળશે, પરંતુ ધીમે ધીમે વાલીઓની માનસિકતા આજની સરકારી શાળાઓ બદલી રહી છે. આવી એક રાજકોટ મહાનગરપાલિકા સંચાલિક શાળા કે, જ્યાં ડિજિટલ યુગમાં ડિજિટલ સ્વરૂપે શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે, ગુજરાત રાજ્યની આ પ્રથમ સરકારી શાળા છે કે, જેમાં તમામ પ્રકારે સ્માર્ટ સગવડો આપવામાં આવી રહી છે.

સરોજીની નાયડુ હાઇસ્કૂલમાં દરેક ક્લાસરૂમને સ્માર્ટ બનાવાયા

રાજકોટની આ સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલ શહેરના સ્વામીનારાયણ ચોક પાસે આવેલ છે, જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકા કરી રહી છે. રાજકોટમાં પણ હવે સરકારી શાળાઓ દિલ્હી મોડલ પર ડિજીટલ સ્વરૂપે આગળ વધારવામાં આવી રહી હોવાનો આ ઉતમ દાખલો છે. સરોજીની નાયડુ સ્કૂલમાં દરેક ક્લાસરૂમને સ્માર્ટ બનાવવામાં આવ્યાં છે અને વિદ્યાર્થીનીઓને સંપૂર્ણપણે ડિજિટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

સ્માર્ટ ક્લાસની વિશેષતાઓ

– ક્લાસરૂમમાં 75 ઇંચનું સ્માર્ટ ટી.વી
– સ્માર્ટ ટી.વી.માં ઇન્ટિગ્રેટેડ પર્સનલ કમ્પ્યુટર
– ક્લાસરૂમમાં ઇન્ટરનેટ, વાઇ-ફાઇ એક્સેસ પોઇન્ટ
– ઇન્ટરનેટ કનેકશન ફાયરવોલની સુરક્ષા
– કોલર માઇક્રોફોન સ્પીકર સાથે સજ્જ
– ક્લાસરૂમ ડોક્યુમેન્ટ કેમેરા
– 8 એમબીપીએસ હાઇસ્પીડનું ઇન્ટરનેટ કનેકશન
– સોફટવેરની સુવિધા સાથે એજ્યુકેશનલ વીડિયો
– દરેક ક્લાસરૂમમાં ડીજીટલ ટચ સ્ક્રીન સ્માર્ટ બોર્ડ
– દરેક ક્લાસરૂમમાં ડોક્યુમેન્ટ કેમેરા વડે સ્કેનીંગની સુવિધા
– મોબાઇલ કનેકટ કરી વાયરલેસ પ્રેઝન્ટેશનની સુવિધા

ગુજરાત ગેસના સહયોગથી 6 જેટલા સ્માર્ટ ક્લાસ તૈયાર કરાયા

મહાનગરપાલિકા સંચાલિત શાળામાં સ્માર્ટ ક્લાસનો પ્રારંભ કરાયો છે. સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલમાં ગુજરાત ગેસના સહયોગથી 6 જેટલા સ્માર્ટ ક્લાસ તૈયાર કરાયા છે.જેમાં 75 ઇંચના સ્માર્ટ ટી.વી.ને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. જેથી વિજ્ઞાન અને ગણિતનો અભ્યાસ ડિજિટલ પધ્ધતિથી થઇ શકે. વિજ્ઞાનના પ્રયોગ અને ગણિત વિષયની ગૂગલ અને યુ ટ્યૂબ પરના વીડિયોની મદદથી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ડિજિટલ યુગમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે સરકારી શાળાઓ ડિજિટલ અભ્યાસ તરફ વળી છે.અને વિદ્યાર્થીઓને સ્માર્ટ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

કેમેરા નીચે બૂક મુકવાથી તે સીધી 75 ઇંચના ટીવીમાં ડિસ્પ્લે થશે

આ ટી.વી. ઇન્ટરનેટ સાથે જોડી દેવામાં આવ્યું છે. જેથી ગણિત, વિજ્ઞાન જેવા જટિલ વિષયોનો અભ્યાસ કરવામાં વિદ્યાર્થિનીઓને વીડિયોના માધ્યમથી સરળ કરી શિક્ષકો અભ્યાસ કરાવશે. સ્માર્ટ કલાસ રૂમના સંચાલન માટે શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવી છે. કલાસરૂમમાં કેમેરા મુકવામાં આવ્યા છે. આ કેમેરા નીચે બૂક મુકવાથી તે સીધી 75 ઇંચના ટીવીમાં ડીસ્પ્લે થશે અને સીધો અભ્યાસ ચાલુ કરી શકાશે.

શાળાઓને પણ સંપૂર્ણ ડિજિટલ સ્વરૂપ આપવા માટે વિચારણા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શિક્ષણને ડિજિટલ સ્વરૂપ આપવા આવી રહ્યુ છે જેના ડિજિટલ ક્લાસરૂમનું રાજકોટ શહેર ભાજપ મહિલા અગ્રણી અંજલીબેન રૂપાણી, મેયર બિનાબેન આચાર્ય સહિતના આગેવાનોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલને ડિજિટલ બનાવવા માટે શાળાના આચાર્ય, તમામ સ્ટાફ, મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ અને અધિકારી તથા શાળા વિદ્યાર્થીઓના સહયોગ રહ્યો છે, હવે મહાનગરપાલિકા તેમના તાબાની અન્ય શાળાઓને પણ સંપૂર્ણ ડિજિટલ સ્વરૂપ આપવા માટે વિચારણા કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here