ગુજરાતના રમકડાં હવે દુનિયાભરમાં મચાવશે તહેલકો, ચીનને પડશે આટલા કરોડનો ફટકો !!

0
0

LAC અંગેના વિવાદ બાદ ભરતા સહીત ગુજરતમાં પણ ચીન અને ચીની બનાવટની વસ્તુઓનો ભારે વિરોધ જોવા મળી રહયો છે. હવે ગુજરાત ચીનને વધુ એક પછડાટ આપવા માટે આગળ વધી રહ્યું છે. અને દુનિયામાં છવાવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. ગુજરાત ખાતે વિશ્વનું સૌથી મોટું બાળભવન બનશે જે સમગ્ર વિશ્વમાં ક્યાંય નહીં હોય જેથી વિદેશીઓ પણ અહીં મુલાકાતે આવવા મજબુર બનશે.

આ પ્રોજેક્ટ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને ગાંધીનગર ગિફ્ટ સિટી પાસે આવેલા શાહપુર અને રતનપુર ગામ વચ્ચે 30 એકર જમીન પણ ફાળવી છે. અંદાજે રૂ 1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પાંચ વર્ષના અંતે તૈયાર થશે.આ પ્રોજેક્ટ માં ‘ટોયઝ મ્યુઝિયમ’ બાળભવન દુનિયામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે કારણ કે, અહીં દેશના ખૂણે ખૂણેથી 11 લાખથી પણ વધુ પ્રાચીન અને આધુનિક રમકડાં લાવી પ્રદર્શનમાં મુકવામાં આવનાર છે.

સાથેસાથે ભારતમાં પોતાનું અનોખું યોગદાન આપનારનો વારસો જીવંત રાખવા માટે જાણીતા વિજ્ઞાનીઓ, કલાકારો, શહીદો, મહાપુરુષો, ગગનયાન, વિવિધ મિસાઈલ્સ, EVM મશીન, 1857નો સ્વતંત્રતા સંગ્રામ, અંગ્રેજો સામેની લડાઈની ઝાંખી દર્શાવતા રમકડાંઓ પણ તૈયાર કરવામાં આવશે જે ભૂતકાળ જીવંત કરશે આ માધ્યમથી બાળકોને રમત-ગમતની સાથે દેશ માટે કંઈક કરી છૂટનાર નો ઇતિહાસ તેમજ ભારત ની સંસ્કૃતિ ના વારસા ને આજની પેઢીમાં સિંચન કરવાનું કામ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કરશે.

બાલ ભવનમાં બાયોલોજી, કેમિસ્ટ્રિ અને ફિઝિક્સને લગતા મહત્તમ વિજ્ઞાનના પ્રયોગો પર પણ ભાર મૂકાશે એટલુંજ નહિ પણ અહીં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણે માધ્યમની શાળા પણ બનશે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પોતાનો આગવો અભ્યાક્રમ ડિઝાઈન કરશે. વિજ્ઞાનમાં રસ ધરાવતા ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સ્પેસ સાયન્સ, કમ્પ્યૂટર સાયન્સ, નેનો ટેક્નોલોજી, એગ્રોનોમી સહિતના સાયન્ટિફિક વિષયોનો પ્રેક્ટિકલ અભ્યાસ કરી શકે તે માટે વર્લ્ડ ક્લાસની પ્રયોગશાળા બનાવાશે. વિદ્યાર્થીઓને ભાષા શીખવી હશે તો વધારાના ક્લાસ ભણી શકશે. વિદ્યાર્થીઓ માટે વિશાળ હોસ્ટેલ અને બહુમાળી વહીવટી બિલ્ડિંગનું નિર્માણ થશે.

યુવાનોમાં ઓનલાઈન ગેમ રમવાનું ચલણ ઘણું વધ્યું છે. માનસિક વિકૃત બનાવતી આ વિવિધ ઓનલાઈન ગેમ્સ ઘણી વખત જીવ માટે જોખમી સાબીત થાય છે. આવી વિદેશી ગેમ્સની સામે ભારતીય ઓનલાઈન ગેમ્સ શરૂ કરવામાં આવશે. જેમાં ભારતીય પાત્રો પર ભાર મૂકવામાં આવશે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી રમકડાંનું શાસ્ત્ર વિકસાવશે. અહીં મનોવૈજ્ઞાનિક સંશોધન બાદ સાંસ્કૃતિક અને વિજ્ઞાનને પ્રોત્સાહક રમકડાંનું નિર્માણ થશે. દેશના જુદાજુદા રાજ્યો અને ગામડાના બાળકો જે રમકડાં રમે છે તે રમકડાં પાછળનો ઈતિહાસ અને મહત્ત્વ સમજાવાશે. ડીઆરડીઓ અને ઈસરોની મદદથી ઈલેક્ટ્રોનિક, બેટરી અને સોલર આધારિત નાના-નાના યાન, પૃથ્વી મિસાઈલ, અગ્નિ મિસાઈલ, સેટેલાઈટ વગેરે તૈયાર થશે.

નોંધનીય છે કે USAમાં હાલ વિશ્વનું સૌથી મોટું ‘ટોયઝ મ્યુઝિયમ’ છે યુ.એસ.એ. ના બ્રાન્સર મીસોરી સ્ટેટમાં વિશ્વનું સૌથી મોટું ‘ટોયઝ મ્યુઝિયમ’ છે. આ મ્યુઝિયમમાં હાલ 10 લાખથી વધુ પ્રાચીન અને આધુનિક રમકડાં મુકાયેલા છે. આશરે 30 હજાર ચોરસ મીટર જગ્યામાં જુદાજુદા સાત વિભાગમાં આ ‘ટોયઝ મ્યુઝિયમ’ પથરાયેલું છે.ત્યારે ભારત માં ગુજરાત માં બનનાર વિશ્વ કક્ષા ના આ બાલભવન માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એટલું જ નહીં હાલ માં ચાઈના થી દર વર્ષે 2500 કરોડ ના રમકડાં આયાત કરવામાં આવી રહ્યા છે ત્યારે અહીં ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં રમકડાં તૈયાર કરી ચાઈના ના માર્કેટ ને તોડી ભારત માં જ સારી કવોલિટી ના ટોઇઝ તૈયાર થશે અને દુનિયાભરમાં નિકાસ પણ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here