Tuesday, October 26, 2021
HomeGULLY BOY TRAILER REVIEW : એક મારફાડ ટ્રેલર બોક્સઓફિસના રેકોર્ડ ચીરી નાખવાની...
Array

GULLY BOY TRAILER REVIEW : એક મારફાડ ટ્રેલર બોક્સઓફિસના રેકોર્ડ ચીરી નાખવાની તૈયારીમાં

નિરાશા, નિષ્ફળતા અને ગરીબીમાંથી જન્મતુ સ્વપ્ન કેવા પ્રકારનું હોઈ શકે તેનું ઉદાહરણ ગલ્લી બોય છે. 2017ના અંતમાં ફિલ્મ બનવાની હોવાની વાતો વહેતી થઈ હતી. ત્યારથી અત્યારે હવે ફિલ્મનું ટ્રેલર સામે આવી ચૂક્યું છે. ઓલઓવર ફિલ્મમાં રણવીર જ છે. બીજુ કોઈ નહીં.

ગલી બોયમાં રણવીર સિંહે ગઝલનો તડકો લગાવ્યો છે એવું કહી શકાય. એક રેપરનો રોલ કરી રહ્યો છે. આ સિવાય મીંરા નાયરની સલામ બોમ્બેની માફક ઝુપડપટ્ટી છે. ગલિઓ છે, લવ સ્ટોરી છે, કંઇક કરી બતાવવાનું જૂનૂન છે. આ એ લોકોની કહાની છે જે ઝુપડપટ્ટીમાં રહીને પણ પોતાના સપનાં પુરા કરવાની મહેચ્છા રાખતા હોય. જેમાં સફળ થયેલા બે રેપ સિંગર નાવેદ શેખ ઉર્ફે નેઝી અને વિવિયન ફર્નાંડિસ ઉર્ફે ડિવાઈનની વાર્તા છે. જેના બેકડ્રોપમાં બીજા રેપર્સની કહાનીઓ પણ દેખાડવામાં આવશે. રણવીર આ ફિલ્મમાં નેજીનો રોલ કરી રહ્યો છે.

નેજી મુંબઈની કૂર્લા ચોલમાં નાવેદ શેખના નામથી પેદા થયો હતો. 13 વર્ષની ઉંમરમાં એમણે મશહૂર હિપ હોપ આર્ટિસ્ટ રૈપર સીન પોલનું ટેમ્પરેચર ગીત સાંભળ્યું. જે પછી તેમના જીવનનું મકસદ રેપર બનાવાનું નક્કી થઈ ગયું. રૈપની પ્રેક્ટિસ માટે તે પહેલા ગીતોના લિરિક્સની પ્રિન્ટ નીકાળી યાદ કરે છે. પછી પોતાના અંદાજમાં રૈપ કરી બોલે છે. થોડા સમય પછી આ પ્રેક્ટિસ રંગ લાવવા માંડે છે. અને નેજી અંગ્રેજીમાં રૈપ ગાવા માંડે છે. જેને બાદમાં કરિયર તરીકે જોવા લાગે છે.

આટલું કર્યા છતા કંઈ ખાસ થતું નથી. નિરાશ થઈને નેજી દોસ્તો સાથે મળીને ગીત બનાવે છે. જેનું નામ છે આફત. આ પૂરો વીડિયો આઈપેડથી શૂટ કરેલો છે. યૂટ્યૂબ પર અપલોડ થયાના થોડા દિવસો બાદ જ તેને 4.7 લાખ વ્યૂ મળી જાય છે. નેજીની ચર્ચા થવા લાગે છે. જે પછી નેજી પર બોમ્બે 70 નામની ડૉક્યુમેન્ટ્રી પણ બને છે. જેમાં નેજીનું જીવન અને તેની સાથે જોડાયેલા કિસ્સાઓનો સંગ્રહ છે.

ઝોયા અખ્તર જ્યારે દિલ ધડકને દો ફિલ્મ બનાવી રહી હતી ત્યારે તેણે એડિટીંગ સમયે નેજી વિશે વિચાર્યું હતું. જે પછી કોઈ વાર તેમને મળી પણ હતી. અને ફિલ્મ બનાવવાની હોવાની એકાદ બે વાર વાત પણ કરી હતી. નેજી ગત્ત દોઢ વર્ષથી ઝોયાની ફિલ્મ સાથે જોડાયેલા છે. ફિલ્મના કેટલાક ડાઈલોગ પણ નેજીએ પોતે જ લખ્યા છે. જેમાં નેજીના બનાવેલા કેટલાક ગીતોનો પણ સમાવેશ થશે.

ફિલ્મના ટ્રેલરની વાત કરવામાં આવે તો એકદમ મારફાડ લાગી રહ્યું છે. વિજય રાજ ફિલ્મમાં રણવીરના પિતાના રોલમાં ઈમ્પ્રેસિવ લાગી રહ્યા છે. રણવીરે પદ્માવત અને બાજીરાવ મસ્તાની બાદ ફરી એક વાર મારફાડ કિરદારમાં જોવા મળી રહ્યો છે. આલિયા ભટ્ટ તેની બીજી ફિલ્મોની માફક જ લાગી રહી છે બસ ડાઈલોગ બોલવાની તેની ટાઈમિંગ લાજવાબ છે. રૈપ પણ સરસ ફિલ્માવવામાં આવ્યા છે. એટલે લાંબા સમય બાદ બોલિવુડને સારા ગીતો રૈપ સ્વરૂપે મળશે. ઓલઓવર ગલ્લી બોય ફિલ્મ આ વર્ષનો સૌથી મોટો ધમાકો કરવાની છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments