Friday, February 14, 2025
HomeબોલીવૂડBOLLYWOOD : 8 વર્ષથી અટકી પડેલી ગુલશન કુમારની બાયોપિક ફરી પાટે ચઢી

BOLLYWOOD : 8 વર્ષથી અટકી પડેલી ગુલશન કુમારની બાયોપિક ફરી પાટે ચઢી

- Advertisement -

ટી સીરીઝના માલિક અને ભૂષણ કુમારના પિતા ગુલશન કુમારની બાયોપિક ‘મોગલ’ પર હવે ફરી કામ શરૂ થયું છે. આ ફિલ્મ માટે હવે દિગ્દર્શક તરીકે તુષાર હીરાનંદાનીને સુકાન આપવામાં આપવામાં આવ્યું છે. હાલ આ દિગ્દર્શક લેખકો અને ભૂષણ કુમાર સાથે ફિલ્મની સ્ક્રિપ્ટની તૈયારી કરી રહ્યો છે. તેથી હવે આ ફિલ્મ ફરી ટ્રેક પર આવી છે. ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થયા પછી જ ફિલ્મના કલાકારોની પસંદગી કરવામાં આવશે.

રસપ્રદ છે કે, આ બાયોપિકની ઘોષણા લાંબા સમય પહેલા કરવામાં આવી હતી. જેમાં સુભાષ કપૂરના દિગ્દર્શનમાં અક્ષય કુમાર મુખ્ય રોલ કરવાનો હતો. પરંતુ મતભેદોના કારણે ફિલ્મનું કામ અટકી ગયુ ંહતું. આ પછી સુભાષ કપૂરનું નામ મી ટુ આંદોલનમાં સપડાયા પછી તે ા ફિલ્મથી દૂર થઇ ગયો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular