ગુમ હૈ કિસી કે પ્યાર મેં : ટ્રાયેંગલ લવસ્ટોરી પર આધારિત ટીવી શોમાં સામેલ થશે બોલિવૂડ એક્ટ્રેસ રેખા.

0
0

બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ રેખા ટૂંક સમયમાં નાના પડદે જોવા મળશે. સ્ટાર પ્લસના આગામી શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ માં રેખા પ્રેઝન્ટર તરીકે દેખાશે. હાલમાં જ મુંબઈની બાંદ્રાસ્થિત ફાઈવ સ્ટાર હોટલમાં રેખાએ આ પ્રોમો માટે શૂટ કર્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે 10 કલાકના શૂટ માટે રેખાએ કરોડો રૂપિયાની ફી લીધી છે.

શોનું ટાઇટલ રેખાની ફિલ્મ ‘રામપુર કા લક્ષ્મણ’ (1875)માંથી જ લેવામાં આવ્યું છે
શો સાથે જોડાયેલાં સૂત્રોનું કહેવું છે કે ‘આ શોનું ટાઇટલ રેખાની ફિલ્મ રામપુર કા લક્ષ્મણ (1875)માંથી જ લેવામાં આવ્યું છે. શોના મેકર્સે જ્યારે આ બાબતે રેખા સાથે વાતચીત કરી તો તેઓ ઘણા ખુશ થઇ ગયા. વાતચીત દરમિયાન એક્ટ્રેસે જણાવ્યું હતું કે તેમનું આ સૌથી મનપસંદ ગીત છે. જ્યારે મેકર્સે શોમાં પ્રેઝન્ટર તરીકે સામેલ થવાની ઓફર કરી તો તેઓ તરત જ તૈયાર થઈ ગયાં. કોસ્ચ્યૂમથી લઈને હેર સ્ટાઇલિંગ અને મેકઅપ સુધી રેખાએ પર્સનલી તેમનો લુક ફાઇનલ કર્યો.’

ચેનલે રેખાને અંદાજે 2 કરોડ રૂપિયા ફી આપી
સૂત્રોના જણાવ્યા મુજબ, ‘કોરોનાને ધ્યાનમાં રાખીને શોની ટીમે બાંદ્રાની એક ફાઈવ સ્ટાર હોટલમાં તેમના શૂટનું આયોજન કર્યું હતું, જ્યાં તેમણે લગભગ 10 કલાક આપ્યા. જોકે આ પ્રોમો માટે ચેનલને એક મોટી રકમ ચૂકવવી પડી. ચેનલ આ વાતથી જાણકાર છે કે રેખાનું નામ જોડાવાથી શોને ઘણી પબ્લિસિટી મળી શકે છે. મેકર્સે રેખાને 2 કરોડ રૂપિયામાં સાઈન કર્યા છે.’

રેખાની ચર્ચિત લવસ્ટોરીની જેમ જ શોમાં ટ્રાયેંગલ લવસ્ટોરી દેખાશે
‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ એક IPS ઓફિસર વિરાટ ચૌહાણની સ્ટોરી છે જે પોતાનાં પ્રેમ અને કર્તવ્ય વચ્ચે ફસાઈ જતો દેખાશે. વિરાટ (નીલ ભટ્ટ)ને પત્રલેખા (ઐશ્વર્યા શર્મા) સાથે પ્રેમ છે, પરંતુ અમુક પરિસ્થિતિઓને કારણે અને પોતાના કર્તવ્યને નિભાવવાના પ્રયાસમાં, તેને એક શહીદની દીકરી (આયશા સિંહ) સાથે લગ્ન કરવા પડશે. રસપ્રદ વાત એ છે કે આ શોમાં જે ટ્રાયેંગલ લવસ્ટોરી દેખાડવામાં આવશે, એને રેખાના અંગત જીવન સાથે પણ જોડી શકાય છે. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખાનું લવ ટ્રાયેંગલ હંમેશાં ચર્ચામાં રહ્યું છે.

‘કસૌટી ઝિંદગી કે’ શોને રિપ્લેસ કરાશે
આ નવો શો ‘કસૌટી ઝિંદગી કે’ને રિપ્લેસ કરાશે જેનો પ્રોમો પણ રિલીઝ થઇ ગયો છે. ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ એકતા કપૂરના શો ‘કસૌટી ઝીંદગી કે 2’ ને રિપ્લેસ કરશે જેને 2 વર્ષ પહેલાં બોલિવૂડ કિંગ ખાન શાહરુખ ખાને પ્રેઝન્ટ કર્યો હતો. શોમાં શાહરુખ નરેટર તરીકે દેખાયો હતો.

જણાવી દઈએ કે રેખા અને શાહરુખ ખાન સિવાય સૈફ અલી ખાને પણ ટીવી શો ‘કહા હમ કહા તૂમ’ માં નરેટરનો રોલ પ્લે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here