Sunday, October 24, 2021
Homeસુરત : જૈન સંપ્રદાયના ગુણરત્નસૂરીશ્વર મહારાજ કૈલાશનગર જૈન સંઘ ખાતે કાળધર્મ પામ્યા
Array

સુરત : જૈન સંપ્રદાયના ગુણરત્નસૂરીશ્વર મહારાજ કૈલાશનગર જૈન સંઘ ખાતે કાળધર્મ પામ્યા

સુરત. જૈન સંપ્રદાયના 88 વર્ષીય ગુણરત્નસૂરીશ્વર મહારાજ કૈલાશનગર જૈન સંઘ ખાતે કાળધર્મ પામ્યા છે. સુરત શહેરના કૈલાશનગર જૈન સંઘ ખાતે નવકાર મંત્રનું સ્મરણ કરતા કરતા વહેલી સવારે 3.20 કલાકે કાળધર્મ પામ્યા છે. જેથી જૈન સંપ્રદાયમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે પાલખી નિમિતે ચઢાવા ઓનલાઈન રાખવામાં આવ્યો છે. 2 વાગ્યે પાલખી કાઢવામાં આવશે.

જીવન ઝરમર
ગુણરત્નસૂરીશ્વર મહારાજનું સંસારી નામ ગણેશમલજી હીરાચંદજી છે. તેમનો જન્મ પાદરલી(રાજસ્થાન)માં 1932માં થયો હતો. 1954માં મુંબઈ ખાતે દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. તેમની વડી દીક્ષા પણ 1954માં યોજાઈ હતી. ત્યારબાદ 1989માં અમદાવાદ ખાતે ગળી પદ બાદ રાજસ્થાનમાં પંન્સાય પદ અને આચાર્ય બન્યા હતા.

સગાઈ છોડી દીક્ષા ગ્રહણ કરી હતી
1954માં ગણેશમલજીએ પોતાની સગાઈ છોડી 21 વર્ષની ઉંમરે મુંબઈ ખાતે દીક્ષા ગ્રહણ કરી ગુણરત્નસૂરીશ્વર મહારાજ નામ ધારણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. આચાર્ય બન્યા બાદ સુરતમાં 28 યુવક-યુવતી, પાલિતાણામાં 38 યુવક-યુવતીઓની સામૂહિત દીક્ષા સાથે અત્યાર સુધીમાં 450થી વધુ દીક્ષા આપી છે.

જૈનશાસનને ન પૂરી શકાય તેવી ખોટ
જૈનાચાર્ય ગુણરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબના કાળધર્મ અંગે  જૈન યુવક મહાસંઘ, ગુજરાતના પ્રમુખ ભદ્રેશભાઈ શાહે જણાવ્યું કે, 451 જેટલા મુમુક્ષુઓને દીક્ષા આપનાર એવા દીક્ષાદાનેશ્વરી, ચારિત્ર સંપન્ન, વિશિષ્ટ પુણ્યશાળી, અનેક ગુણોથી સંપન્ન એવા જૈન આચાર્ય ગુણરત્નસુરીશ્વરજી મહારાજ સાહેબના કાળધર્મ પામવાથી જૈનશાસનને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ ના સર્વે યુવકો પરમાત્માને પ્રાર્થના કરે છે કે જલ્દીમાં જલ્દી સિદ્ધગતિ પ્રાપ્ત અર્પે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments