સુરત : ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ 88 વર્ષના વયે કાળધર્મ પામ્યા

0
3

સુરત. જૈન સંપ્રદાયના 88 વર્ષીય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ સુરતના કૈલાશનગર જૈન સંઘ ખાતે વહેલી સવારે 3.20 કલાકે કાળધર્મ પામ્યા હતા. જેથી જૈન સંપ્રદાયમાં શોકનો માહોલ છવાયો છે. બપોરે 2 વાગ્યે કૈલાસનગરથી નાનપુરા, અઠવાગેટ, ઉમરા, પીપલોદ થઈ એમની પાલખી યાત્રા નીકળી હતી. એમના શિષ્ય રશ્મિરત્નસૂરિજી મહારાજની દેખરેખમાં વેસુના મહાવિદેહ ધામ ખાતે સાંજે  5 વાગ્યે એમના અગ્નિસંસ્કાર કરાયા હતા. જોકે, પાલખીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.

1988માં અમદાવાદમાં ગળી પદ બાદ એ જ વર્ષે રાજસ્થાનમાં આચાર્ય બન્યા 

ગુણરત્નસૂરીશ્વરજી મહારાજનું સંસારી નામ ગણેશમલજી હીરાચંદજી છે. તેમનો જન્મ પાદરલી(રાજસ્થાન)માં 1932માં થયો હતો. મેટ્રિક સુધી વ્યવહારિક અભ્યાસ કર્યા બાદ 1954માં 21 વર્ષની ઉંમરે દીક્ષા અને વડી દીક્ષા ગ્રહણ કરી હતી. 1988માં અમદાવાદ ખાતે ગળી પદ બાદ રાજસ્થાનમાં પન્સાય પદ અને આચાર્ય બન્યા હતા. આચાર્ય બન્યા બાદ અત્યાર સુધીમાં 451 દીક્ષા આપી છે જે એમની નિશ્રામાં સૌથી વધુ છે.

એમનું ગ્રંથ અમેરિકન કોંગ્રેસ લાઈબ્રેરીમાં છે

એમણે છપકશ્રેણી આદિ 60 હજાર શ્લોક પ્રમાણ સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથોની રચના કરી છે જેની પ્રશંસા બર્લિન યુનિવર્સિટીના પ્રોફેસર ક્લાઉઝ બૂને પણ કરી છે. આ ગ્રંથને અમેરિકન કોંગ્રેસ લાયબ્રેરીમાં સ્થાન મળ્યું છે.  એમના હાથે સુરતમાં 300મી, 400મી અને 450મી દીક્ષા થઈ. 3 વર્ષમાં 100થી વધુ દીક્ષાઓ સુરતમાં આપી છે. એમના હાથે સુરતમાં 450મી દીક્ષા થઈ. તેઓ સુખધામ તીર્થ તથા જીરાવાલા મહાતીર્થના વરિષ્ઠ માર્ગદર્શક રહ્યા છે.

અંતિમ યાત્રામાં સોશિયલ ડિસ્ટન્સિંગ મુદ્દે સવાલ

કૈલાશનગરથી નીકલેલી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. જેના લીધે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. જેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ડિસ્ટન્સિંગ મામલે સવાલો ઉભા થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here