ગુંદલાવ પાસે આવેલ રામનગરના માથાભારે તત્વો દ્વારા કોરોના વોરિયર પોલીસ ઉપર બુલેટ ચડાવવાનો પ્રયાસ,

0
0
ગુંદલાવ પાસે આવેલ રામનગરના માથાભારે તત્વો દ્વારા કોરોના વોરિયર પોલીસ ઉપર બુલેટ ચડાવવાનો પ્રયાસ, લુખ્ખા તત્વોને કાયદાનો ડરના હતો પણ જેલવાસ આવતા સાન આવી.
વલસાડ જિલ્લા પોલીસ શ્રમિકોની મદદે , લોકોની મદદે ખૂબજ આવી હતી પણ હુમલાના આ દ્રશ્યો લોકોએ જોતા આવા લુખ્ખા તત્વો સામે લોકોનો રોષ.
વલસાડના ગુંદલાવ બ્રિજ ઉપર ફરજ પર ઉભેલ પોલીસ કર્મી દ્વારા વાહન ચેકિંગ કરી રહ્યા હતા.તે દરમિયાન એક વાહન ચાલકને રોકતા એ વાહન ચાલક ભાગી છૂટ્યો હતો.તે બાદ પોલીસે પીછો કરી તેને પકડ્યો હતો તે દરમિયાન પોલીસે તેની વિરૃધ્ધ દંડાત્મક કાર્યવાહી કરી હતી તે દરમિયાન તેનો ભાઈ બાહુંબલી બની પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને બુલેટ. ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.બુલેટ નંબર Gj 15 BQ 3797 ગુંડાતત્વ જેનું નામ જણાવેલ આનદ રાજશી વીરા છેતરીયા તેમજ ભાવેશ તેનો નાનો ભાઈ જાણવા મળેલ છે વલસાડ રૂરલ પોલીસે તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે જ્યારે લોકોને ખબર છે કે વલસાડ જિલ્લા પોલીસ શ્રમિકોની મદદે , લોકોની મદદે ખૂબજ આવી હતી પણ હુમલાના આ દ્રશ્યો લોકોએ જોતા આવા લુખ્ખા તત્વો સામે લોકોનો રોષ પ્રચંડ હતો.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here