રાજસ્થાન : ગુર્જર આંદોલન : ભરતપુર-કરૌલી સહિત 4 જિલ્લામાં આજે અડધી રાત સુધી ઇન્ટરનેટ બંધ : 60 ટ્રેન ડાઇવર્ટ, 220 બસ અટકી.

0
12

રાજસ્થાનમાં મોસ્ટ બેકવર્ડ ક્લાસમાં બેકલોગની ભરતીઓ સહિત માગ માટે ગુર્જરોએ ફરીથી આંદોલન શરૂ કરી દીધું છે. રવિવારે ભરતપુરના બયાનામાં કિરોડી સિંહ બૈંસલા જૂથના લોકો પીલુપુરા પાસે રેલવેટ્રેક પર ધરણાં પર બેસી ગયા હતા.

ગુર્જર આખી રાત પાટા પર બેઠા રહ્યા, ધરણાં આજે પણ ચાલુ છે. આંદોલનકારીઓએ દિલ્હી-મુંબઈ રેલવેટ્રેકની ફિશ પ્લેટ ઉખાડી નાખી હતી, એટલા માટે રવિવારે 40 માલગાડી સહિત 60 ટ્રેનને ડાઇવર્ટ કરવી પડી હતી. દિલ્હી-મુંબઈની ટ્રેનને ડાઇવર્ટ કરવી પડી, 2 ટ્રેન રદ કરવી પડી. આજે પણ 4 ટ્રેન રદ કરવામાં આવી છે. રવિવારે રોડવેઝના પાંચ મોટા ડેપો દૌસા, હિન્ડૌન, કરૌલી, ભરતપુર અને બયાનાની લગભગ 220 બસને અટકાવી દેવાઈ હતી.

બયાના- હિન્ડૌન માર્ગ પર જતી ગાડીઓને રોકી રહેલા ગુર્જર સમાજના લોકો.
(બયાના- હિન્ડૌન માર્ગ પર જતી ગાડીઓને રોકી રહેલા ગુર્જર સમાજના લોકો.)

 

બૈંસલા જૂથની આ 6 મુખ્ય માગ છે

  • સમજૂતી અને મેનિફેસ્ટોમાં વાયદા પ્રમાણે, બેકલોગની ભરતીઓ કાઢવામાં આવે.
  • ભરતીમાં પૂરેપૂરું 5 ટકા અનામત મળે.
  • અનામત આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને સરકારી નોકરી અને વળતર મળે.
  • અનામત બિલને નવી અનુસૂચિમાં નાખવામાં આવે.
  • એમબીસી ક્વોટાથી ભરતી 1252 કર્મચારીને રેગ્યુલર પે-સ્કેલ મળે.
  • દેવનારાયણ યોજનામાં વિકાસ યોજનાઓ માટે બજેટ આપવામાં આવે.

રોડવેઝ અને પ્રાઈવેટ બસો બંધ, લાચાર યાત્રીઓ

ગુર્જર આંદોલનને કારણે રોડવેઝે રવિવારે સવારે જ બયાના-હિન્ડૌન માર્ગ પર બસોનું સંચાલન બંધ કરી દીધું છે. બસ સ્ટેન્ડ પ્રભારી ગંગારામ શર્માએ જણાવ્યું હતું કે બયાનાથી હિન્ડોન વચ્ચે દરરોજ લગભગ 10 બસ દોડે છે. જોકે લોક પરિવહન બસ ચાલુ હતી, પણ સાંજે 4 વાગતાંની સાથે જ આંદોલન શરૂ થતાં બસ બંધ થઈ ગઈ. આનાથી બયાના-હિન્ડોન માર્ગના યાત્રીઓઓ ઘણા પરેશાન થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here