- Advertisement -
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સહયોગ થી તાલુકા હેલ્થ કચેરી દિયોદર ના તાબા તળેના પ્રા. આ. કે. મીઠી પાલડી ના મખાણું ખાતે વિશ્વ વસ્તી દિન અંતર્ગત ગુરૂ શિબિર યોજવામાં આવેલ માનનિય મુખ્યા જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ની પ્રેરણા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. યોગેશભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડૉ, મુર્ગેશભાઈ પરમાર સહોયગથી સીબીર યોજવા માં આવેલ.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહિલાઓ ને તાલુકા આઇ. ઇ. સી.ઓફિસર અજયભાઈ મહેતા, સુપરવાઈઝર કે.ડી.પટેલ દ્વારા સપ્તધારા થકી આઈ.ઇ.સી અંતર્ગત નાનું કુટુંબની ભાવના કેળવી વિશ્વમાં વસ્તીમાં થયેલો વધારા ને અટકાવવા તેમજ કુટુંબ નિયોજન થી માતા અને બાળકના સ્વાસ્થ્ય ની જાળવણી ક્ષેત્રે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ અને શિબિર માં મોટી સંખ્યામાં બહેનો હાજર રહી અને આરોગ્ય કાર્યકર પી.એ. ડાભી, સેજલબેન.પંચાલ, તથા આશા બહેનો હાજર રહી ને આ કાર્યક્રમ સફળ બનાવ્યો
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા