Friday, September 17, 2021
Homeગુરુ તેગ બહાદુરનું પ્રકાશ પર્વ : ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વના...
Array

ગુરુ તેગ બહાદુરનું પ્રકાશ પર્વ : ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વના અવસરે વડાપ્રધાન ગુરુદ્વારા પહોંચ્યા

શીખ ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક રાજધાની દિલ્હીના શીશગંજ ગુરુદ્વારા પહોંચ્યા અને પ્રાર્થના કરી માથું ટેકવ્યું હતુ. આ દરમિયાન તેમણે દેશમાં વિકટ સ્થિતિમાં સુધારો થાય તે માટે પ્રાર્થના કરી હતી.

લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તેઓએ સુરક્ષા માર્ગ અને વિશેષ સુરક્ષા વ્યવસ્થા વિના જ ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આવી કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી, જે સામાન્ય રીતે વડાપ્રધાનની કોઈપણ મુલાકાત પહેલા તૈનાત કરવામાં આવે છે.

મુલાકાત પહેલા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો શુભેચ્છા સંદેશ

આ પહેલા વડાપ્રધાને પ્રકાશોત્સવ પ્રસંગે શુભેચ્છા સંદેશ પણ શેર કર્યો હતો. તેમણે તેમના સંદેશમાં લખ્યું છે કે ગુરુ તેગ બહાદુરજીના 400માં પ્રકાશોત્સવના વિશેષ પ્રસંગે હું તેમને નમન કરું છું. તેમનું સર્વોચ્ચ બલિદાન ઘણા લોકોને શક્તિ અને પ્રેરણા આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments