તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : ગુરુચરણે શો છોડ્યો, નવા સોઢીએ કહ્યું- જ્યારે દર્શકો મને સ્ક્રીન પર જોશે તો તેમને લાગશે જ નહીં કે રોશન સિંહ બદલાઈ ગયો છે

0
0

કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીનો રોલ પ્લે કરનાર એક્ટર ગુરુચરણ સિંહે આ શો બીજીવાર છોડી દીધો છે. હવે તેના સ્થાને એક્ટર બલવિંદ સિંહ સૂરી જોવા મળશે. બલવિંદરે શાહરુખ ખાનની ફિલ્મ ‘દિલ તો પાગલ હૈં’માં કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે બલવિંદર 2019થી ‘તારક મહેતા..’ સાથે જોડાયેલો છે.

બલવિંદરે કહ્યું હતું, પ્રોડ્યૂસર અસિત મોદીની સાથે હું 2000-2001થી જોડાયેલો છું. તે સમયે અસિત મોદીની સાથે ‘યે દુનિયા હૈં રંગીન’માં કામ કર્યું હતું. આ સિરિયલમાં હું ટ્રક ડ્રાઈવર સતપાલ સિંહનો રોલ પ્લે કરતો હતો. ત્યારબાદ હું ફિલ્મમાં કામ કરવા લાગ્યો હતો. મેં ‘દિલ તો પાગલ હૈં’, ‘ઈન્ડિયન’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. જ્યારે ‘તારક મહેતા’ બનાવવાનું પ્લાનિંગ ચાલતું હતું ત્યારે મને રોશન સિંહ સોઢીનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ તે સમયે હું મારા બીજા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હતો. હવે 12 વર્ષ પછી મને ફરીથી એ જ રોલ ઓફર થયો અને આ વખતે હું આ તક ગુમાવવા માગતો નહોતો. આથી જ મેં તરત જ આ શોમાં કામ કરવાની હા પાડી દીધી હતી. આ દરમિયાન 2019માં હું આ સિરિયલની ક્રિએટિવ ટીમ સાથે જોડાયો હતો અને છ મહિના સુધી કામ કર્યું હતું.

છ વાર ઓડિશન આપ્યું

બલવિંદરે આગળ કહ્યું હતું, જૂનો રોશન સિંહ સોઢી એટલે કે ગુરુચરણ મારો ઘણો જ સારો મિત્ર છે. અમે ગયા વર્ષે ગુરુનાનક જયંતી સાથે સેલિબ્રેટ કરી હતી. આ શોમાં હું તેની જગ્યા તો ક્યારેય લઈ શકીશ નહીં પરંતુ હું મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરીશ. આમ તો દરેકની મારા પ્રત્યે ઘણી જ અપેક્ષાઓ છે અને ઈચ્છે છે કે ગુરુચરણની જેમ હું પણ આ શોમાં જીવ રેડી દઉં. વિશ્વાસ કરો મારું સિલેક્શન સરળતાથી થયું નથી. મેં છ વાર ઓડિશન આપ્યા હતા અને પછી મને અસિત મોદી તથા તેની ટીમે સોઢી તરીકે પસંદ કર્યો હતો.

ગુરુચરણ સાથેની તુલના અંગે શું કહ્યું?

બલવિંદરને જ્યારે ગુરુચરણ સિંહ સાથેની તુલના અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું હતું, મને નથી લાગતું કે દર્શકો મારી તુલના ગુરુચરણ સાથે કરશે. જ્યારે દર્શકો મને સ્ક્રીન પર જોશે ત્યારે તેમને લાગશે જ નહીં કે સોઢી બદલાઈ ગયો છે. રિયલ લાઈફમાં પણ મારી તથા ગુરુચરણ વચ્ચે ઘણી જ સમાનતા છે. અમારા બંનેમાં ભરપૂર એનર્જી છે. શોમાં સોઢીનો સ્વભાવ હસમુખો છે અને તે સતત મજાક કરે છે. આ કેરેક્ટર પંજાબીનું છે અને હું સરદાર છું અને તેથી જ મને આ પાત્ર ભજવવામાં ઘણી જ સહજતા રહી છે. ક્રિએટિવ ટીમે આ પાત્ર માટે મારી ઘણી જ મદદ કરી હતી. મારી એન્ટ્રી શોમાં ગણેશોત્સવ સેલિબ્રેટ કરવામાં આવશે ત્યારે થશે.

ઉલ્લેખનીય છે કે બલવિંદરે ‘દર્દ પરેશાન દે’, ‘પ્યારે મોહન, ‘લવ કા તડકા’ તથા ‘પોસ્ટર બોય્ઝ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. બલવિંદરે વર્ષ 2009માં ભોજપુરી ફિલ્મ ‘છોડબ ના સંગ તોહાર’ ડિરેક્ટર કરી હતી. બોલિવૂડ ફિલ્મ ‘ધમાલ’ના સંવાદો લખ્યા હતા. 2009માં ‘મિનિ પંજાબ’ ફિલ્મ પ્રોડ્યૂસ પણ કરી હતી. બલવિંદરે સિરિયલ ‘અકબર કા બલ બીરબલ’માં ક્રિએટિવ ટીમ સાથે કામ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here