ગુટખા-પાન મસાલા, સોપારીના પેકેટમાં થઇ શકે છે મોટો ફેરફાર

0
77

દિલ્હી : ફૂડ રેગ્યુલેટર FSSAIએ પાન મસાલા અને સુપારી જેવી વસ્તુઓ પર મોટા અક્ષરે ચેતવણી લખવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. સિગરેટ અને તમાકુની માફક ટૂંક સમયમાં જ આ વસ્તુઓ ઉપર પણ મોટા અક્ષરોમાં ચેતવણી આપવી ફરજીયાત હશે. જેને અનુલક્ષીને પ્રસ્તાવ પણ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રસ્તાવમાં પેકેટના 50% હિસ્સામાં ચેતવણી લખવી ફરજીયાત છે. હાલ આ ચેતવણી નાના અક્ષરોમાં લખવામાં આવે છે.

પ્રસ્તાવને FSSAIએ સ્વાસ્થ્ય મંત્રાલય સમક્ષ મુક્યો છે અને ટૂંક સમયમાં તેને મંજૂરી મળવાની આશા છે. FSSAIએ પાન મસાલામાં મેગ્નેશિયમ કાર્બોનેટના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરી છે. મોટાભાગની પાન મસાલા કંપનીઓ તેનો ઉપયોગ કરે છે જેનાથી કેન્સર સહીતની ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહેલું છે.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં હવે કોઈપણ પ્રકારના તમાકુ અને સોપારીના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ કરવામાં આવશે તો તેની વિરુદ્ધ ખાદ્ય અને ઔષધિ પ્રશાસન કડક કાર્યવાહી કરશે. આ માટે ખાદ્ય અને ઔષધિ પ્રશાસન વિભાગે સમગ્ર મહારાષ્ટ્રમાં 20 જુલાઈથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ આગામી એક વર્ષ સુધી ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here