ગાંધીનગર : GUVNLએ 1.30 કરોડ વીજગ્રાહકોના માથે ફ્યુઅલ ચાર્જ વધારો ઝીંક્યો, રૂ. 256 કરોડ ખંખેરી લેવાનો પેંતરો

0
3

ગાંધીનગર. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. (GUVNL)એ ગુજરાતના 1.30 કરોડ વીજગ્રાહકોના માથે વીજળીના ફ્યુઅલ ચાર્જમાં 12 પૈસાનો વધારો ઝીંકી દઈને આગામી ત્રણ મહિનામાં ગ્રાહકો પાસેથી રૂ.256 કરોડ ખંખેરી લેશે, આમ એક બાજુ વીજ ગ્રાહકોને માફી આપવાના બહાને બીજા ત્રણ મહિના સુધી વધારો કરી દીધો છે.

એપ્રિલ, મે અને જૂન માસમાં ફ્યુઅલ સરચાર્જ વધાર્યો
GUVNL દ્વારા એપ્રિલ, મે અને જૂન માસમાં ફ્યુઅલ સરચાર્જ યુનિટ દીઠ રૂ.1.70 પૈસા હતો તેને વધારીને હવે રૂ.2.02 પૈસા કરશે. આ 12 પૈસા વધવાના કારણે ત્રણ મહિનામાં રૂ. 256 કરોડ વીજ ગ્રાહકો પાસેથી વસુલવામાં આવશે.આમ ફ્યુઅલ સરચાર્જના નામે રાજ્યના 1.30 કરોડ વીજ ગ્રાહકો પર યુનિટ દીઠ 12 પૈસાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

પાવર પર્ચેઝ પોસ્ટમાં વધારો થયો
ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિકસિટી કોર્પેારેશન પાવર પર્ચેઝ એગ્રિમેન્ટ હેઠળ 5 હજાર મિલિયન યુનિટ ઓછી વીજળી ખરીદવાના પરિણામે પાવર પર્ચેઝ પોસ્ટમાં વધારો થઈ જતાં GUVNL દ્વારા ચાર વીજ વિતરણ કંપનીઓના 1.30 કરોડ વીજ ગ્રાહકોના વીજ બિલમાં વીજ વપરાશના ચાર્જમાં યુનિટ દીઠ 12 પૈસાનો વધારો ચૂકવવો પડશે. પરિણામે ગુજરાતના તમામ વીજ જોડાણ ધારકો પર ત્રણ મહિનાના વીજ બિલમાં 256 કરોડ વધારાનો બોજ આવશે.

જર્કની મંજૂરી વાગર સરચાર્જ વસૂલવાનો GUVNLને અધિકાર
અત્રે ઉલ્લેખનીય છે કે, જર્કની મંજૂરી વગર GUVNL ફ્યુઅલ સરચાર્જ વસુલવાનો અધિકાર છે. જેમાં 10 પૈસાનો વધારો જુલાઈ–ઓગસ્ટ–સપ્ટેમ્બરના બિલમાં લેવાશે. બાકીના બે પૈસા સપ્ટેમ્બરના ગાળામાં વસુલવામાં આવશે. પ્રથમ ગાળામાં 215 કરોડ બાકીના ગાળામાં રૂ.45 કરોડ સપ્ટેમ્બરના ગાળામાં લેવામાં આવશે.