ગુવાહાટી ટી-20 : સ્ટેડિયમમાં પોસ્ટર-બેનર્સ લઈ જવા પર પ્રતિબંધ

0
11

ગુવાહાટી

ગુવાહાટીમાં રવિવારના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 સિરીઝની પહેલી મેચ રમવામાં આવશે. આ મેચમાં કોઈ પણ પ્રકારના બેનર-પોસ્ટર્સ લઈ જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવે છે. આ અંગેની જાણકારી શુક્રવારના રોજ આસામ ક્રિકેટ અસોસિએશન (ACA)ના સચિવ દેવાજીજ સૈકિયાએ આપી છે. જોકે, ગુવાહાટીના પોલીસ કમિશનરે કહ્યું કે, ‘આ નિર્ણયને નાગરિકતા કાયદા સાથે કોઈ જ લાગતું-વળગતું નથી. આ પ્રતિબંધ ફક્ત સુરક્ષાના કારણે લાદવામાં આવ્યો છે.

આસામ ક્રિકેટ અસોસિએશનના જણાવ્યા અનુસાર મેચ દરમિયાન ચોગ્ગા અને છગ્ગાના પ્લેકાર્ડ ઉપરાંત લખવા માટે વપરાતા માર્કર્સ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મેચમાં પુરુષોને પર્સ, મોબાઈલ અને ચાવી તેમજ મહિલાઓને હેન્ડબેગ, મોબાઈલ ફોન લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે.

સચિવ સૈકિયાએ જણાવ્યું કે ‘આ પ્રતિબંધ બધા જ લોકો માટે લાગુ કરવામાં આવ્યો છે. આ એક ઈન્ટરનેશનલ ઈવેન્ટ છે. મેચમાં ઉચ્ચતમ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.’ ઓક્ટોબર 2017માં ટી-20 મેચ બાદ ઓસ્ટ્રેલિયન ટીમની બસ પર થયેલા પથ્થરમારાનો મુદ્દો ઉઠાવતા સૈકિયાએ કહ્યું કે અમે દરેક પરિસ્થિતિ સામે લડવાની સમગ્ર તૈયારીમાં છે.

બીસીસીઆઈ અધિકારીએ જણાવ્યું કે, મેચમાં દર્શકોને ચોગ્ગા અને છગ્ગાના પ્લેકાર્ડ્સ સ્પોન્સર્સ દ્વારા પૂરા પાડવામાં આવશે. આ મામલામાં અમે કંઈક કરી શકીએ એમ નથી. જો કે, અમે લોકલ ઓથોરિટી સાથે આ વિશે વાત કરીશું. બીસીસીઆઈ પ્રતિનિધિ એમ. મજૂમદારે કહ્યું કે, અત્યાર સુધીમાં 27,000 ટિકિટો વેંચાઈ ગઈ છે. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા 39,400 દર્શકોની છે અને આ મેચ હાઉસફૂલ જ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here