જિમ્નાસ્ટ-ફેન્સર વજન ઓછું રાખવા માટે ઈટિંગ ડિસઓર્ડરની હદ વટાવી

0
0

ઓલિમ્પિકમાં 23 ગોલ્ડ સહિત 28 મેડલ જીતનારો માઈકલ ફેલ્પ્સ એક દિવસમાં લગભગ 12 હજાર કેલરી કન્ઝ્યુમ કરતો હતો. 2008 બીજિંગ ઓલિમ્બિકના સમયે તેની ડાયેટ ચર્ચામાં હતી. 8 ઓલિમ્પિક ગોલ્ડ જીતનારા જમૈકાને સ્પ્રિન્ટર ઉસેન બોલ્ટે પોતાના પુસ્તક ‘ફાસ્ટર ધેન લાઈટલિંગ: માય ઓટોબાયોગ્રાફી’માં જણાવ્યું છે કે, 2008 બીજિંગ ઓલિમ્પિક દરમિયાન 10 દિવસમાં 1000થી વધુ નગેટ્સ ખાધા હતા. જાણો જુદા-જુદા ખેલાડી દ્વારા લેવાતી કેલરી.

વિવિધ રમતોના એથ્લિટની એક દિવસની કેલરી

  • ફેસિંગ-જિમ્નાસ્ટિક : જિમ્નાસ્ટિક અને ફેન્સર 1500 સુધીની કેલરી લે છે. યુનિવર્સિટી ઓફ કોલોરાડોના પ્રોફેસર નન્ના મેયરના અનુસાર, ઈવેન્ટથી પહેલા પોતાનું વજન ઓછું રાખવા માટે તેઓ આમ કરે છે. કેટલાક તો ડાયેટને એટલો કન્ટ્રોલ કરે છે કે, ઈટિંગ ડિસઓર્ડરની હદ વટાવી જાય છે.
  • ટેબલ ટેનિસ : એક કલાકની ટ્રેનિંગમાં ખેલાડી 300થી 800 કેલરી વાપરે છે. એક દિવસમાં 2થી 3 કલાકના બે ટ્રેનિંગ સેશનમાં ભાગ લે છે. ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફાઉન્ડેશનની ગાઈડલાઈન અનુસાર ફેટ એન પ્રોટીનની તુલનામાં બે ગણું વધુ કાર્બોહાઈટ્રેટ ખાવું જોઈએ.
  • મેરેથોન : મેરેથોન રનર સેના દિવસે 6000 જેટલી કેલરી લે છે. કાર્બોહાઈટ્રેડ માટે ઓછું પ્રોસેસ્ડ ફૂડ, આખું અનાજ, ફળ, શાકભાજી સામેલ છે. આ શરીરની ફિટનેસ પર આધાર રાખે છે. સાઈકલિસ્ટ-રોઅર પણ મોટા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ લે છે. કેટલાક સાઈકલિસ્ટ તો 8 હજાર જેટલી કેલરી લે છે.
  • શૂટિંગ : શૂટર્સને કેફીન, દારૂ, સિગારેટથી દૂર રહેવા કહેવાય છે. આ તેમના વિચારોને અવરોધે છે. તેમને લો-ફેટ ડાયેટ લેવા સલાહ અપાય છે. જોકે, 3 ગોલ્ડ જીતી ચુકેલી અમેરિકન શૂટર કિમ રોડ કહે છે કે, કેફીન અને પીવાની બાબતોથી ટારગેટ પર રિએક્શન વધુ તેજ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here