આદતો જે જાણે-અજાણે તમને કરી રહી છે મોટુ નુકસાન

0
6

ઘણીવાર આપણે ખ્યાલ પણ નથી હોતો અને આપણે ખરાબ આદતોના શિકાર બની જતા હોઈએ છીએ. ઉપરછલ્લી રીતે જોતા આપણેને તેની ખરબ પણ નથી હોતી પરંતુ આપણી ઘણી શારીરિક-માનસિક બિમારીઓનું કારણ આ આદતોને આભારી હોય છે. રોજબરોજની આ સામાન્ય આદતોને બદલવામાં આવે તો તેમાંથી છૂટકારો મેળવી શકાય છે. તો ચલો જાણી કઈ છે આ આદતો અને તે તમને કેવી રીતે કરે છે ‘આડ’અસર…

મોટાભાગના લોકોને કમર જુકાવીને બેસવાની આદત હોય છે. જે બેસવામાં તો આરામદાયક લાગે છે, પરંતુ લાંબાગાળે શરીરને નુકસાનકારક પૂરવાર થાય છે. તે શરીરની માંસપેશિઓ અને કરોડરજ્જુ માટે હાનિકારક છે. તેમજ તેનાથી બોડી પોશ્ચર પર ખરાબ અસર થાય છે. આથી કમરને હંમેશા સીધી રાખવી જોઈએ.

વર્ક ફ્રોમ હોમમાં લોકોને ઘરે પણ સતત કમ્પ્યુટર સામે સતત બેસી રહેવુ પડે છે. તેનાંથી આંખોને તો નુકસાન થાય જ છે, સાથે સાથે હાથને પણ એટલું જ નુકસાન થાય છે. હાથ અને આંગળીઓમાં ઝણઝણાટી થવાની સાથે તમને ‘કાર્પન ટનલ સિન્ડ્રોમ’ થવાની સંભાવના પણ રહે છે. એટલે કામની વચ્ચે આંખોની સાથે હાથને પણ આરામ આપવો એટલો જ જરૂરી છે.

અનહેલ્ધી જીવનનાં લીધે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ ઝડપથી બને છે. તેનાથી વ્યક્તિને બ્લડ પ્રેશર અને બ્લડ શુગરની સમસ્યા થાય છે. તેમજ તેનાથી ડાઈઝેશન અને ઈમ્યૂનિટી પર પણ ખરાબ અસર પડે છે. સ્ટ્રેસમાંથી છૂટકારો મેળવવા લાંબા શ્વાસ લેવા, મેડિટેશન કરવું, યોગ કે અન્ય કસરતો કરવાની સાથે પરિવાર સાથે સમય પસાર કરવો.

ઘણાં લોકોને થોડુંક કંઈક થાય એટલે પેઈન કિલર્સ લેવાની આદત હોય છે. જે થોડા સમય માટે તો તમને રાહત આપે છે, પરંતુ આગળ જતા નુકસાન પહોંચાડે છે. પેઈન કિલર્સ જેટલાં જ નુકસાનકારસ સ્મોકિંગ અને દારૂ પીવાની આદતો. જે તમને મોતને ઘાટ ઉતારવા કાફી છે. તેના કરતા સવારનો નાસ્તો તમારુ પેટ ભરવાની સાથે તમને હેલ્ધી પણ રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here