ફેસબૂક-ટ્વીટર જેવી સાઈટોને હેક કરી આ ભારતીય યુવાને કરી 2.2. કરોડ રૂપિયાની કમાણી

0
10

ઈન્ટરનેટ હેકિંગનો ઉલ્લેખ થતાં જ દિમાગમાં પહેલાં એક નેગેટિવ વિચાર આવે છે. પણ તેની બીજી બાજુ એથિકલ હેકિંગ પણ છે. એથિકલ હેકિંગ એટલે કે હેકિંગનો એક સારો હિસ્સો. જેની મદદથી કંપનીઓ અને પોપ્યુલર વેબસાઈટમાં રહેલી ખામીઓને ઉજાગર કરી શકાય છે. આઈટી સેક્ટરમાં દુનિયાએ ભારતનો સિક્કો માન્યો છે. અને હવે એથિકલ હેકર પણ પોતાનું નામ દુનિયામાં કમાવી રહ્યા છે. આવો જ એક ચહેરો બની ચૂક્યો છે, સિક્યોરિટી રિસર્ચર આનંદ પ્રકાશ, જે અત્યાર સુધી હેકિંગના દમ પર 2.2 કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી કરી ચૂક્યો છે.

વેલ્લોર ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીથી અભ્યાસ કરનાર આનંદે 2010થી હેકિંગની શરૂઆત કરી હતી. જ્યારે એક દોસ્તેના કહેવા પર તેણે ઓરકૂટને હેક કરવા ઈચ્છતો હતો. જે બાદ આનંદે હેકિંગ ટેક અને ટૂલ્સને સમજ્યો અને કોલેજમાં જ બગ્સ શોધવામાં એક્સપર્ટ થઈ ગયો. 2013માં તેણે ફેસબૂકમાં એક બગ શોધ્યો હતો. જેના માટે તેને 500 ડોલરનું ઈનામ પણ મળ્યું હતું.

ફક્ત ફેસબૂક જ નહીં, તે અન્ય પોપ્યુલર વેબસાઈટમાં પણ બગ શોધી ચૂક્યો છે. અને હવે તે સોશિયલ નેટવર્કિંગ સાઈટના ટોપ-3 રિસર્ચર્સમાં જગ્યા બનાવી ચૂક્યો છે. ફેસબૂક ઉપરાંત તે, ટ્વીટર, ઉબર, નોકિયા, સાઉન્ડક્લાઉડ, પેપાલ જેવી વેબસાઈટના બગ બાઉન્ટી પ્રોગ્રામનો પણ ભાગ રહી ચૂક્યો છે. ગત વર્ષે ફેસબૂકમાં પાસવર્ડ સિસ્ટમની એક ખામી જણાવવા બદલ ફેસબૂકે આનંદને અંદાજે 11 લાખ રૂપિયાનું ઈનામ આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here