સુરત : અઠવા ઝોન વિસ્તારમાં હેર સલૂન બંધ કરાવાયા, હેર સલૂન સંચાલકનો પોઝિટિવ કેસ નોંધાતા કાર્યવાહી

0
11

સુરત. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 1442 પર પહોંચી ગયો છે. જેમાં સુપર સ્પ્રેડરની સંખ્યા 76 જેટલી થઈ ગઈ છે. જેમાં શાકભાજી-ફ્રુટ, કરિયાણા, ડેરી અને હેર સલૂનના દુકાનદારોનો પણ સમાવેશ થાય છે. જેથી ચાની લારી, પાન-માવાના ગલ્લા અને હેર સલૂન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આજે અઠવા ઝોન વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હેર સલૂન બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હેર સલૂનનો સંચાલકનો રિપોર્ટ પોઝિટિવ બાદ કાર્યવાહી

‌લિંબાયત ગોડાદરા સફીરે રેસિડેન્સીમાં રહેતા વૈભવ અરૂણ મહાલે (ઉ.વ.33) પર્વત પાટીયા ખાતે હેર સલૂન ચલાવે છે. સોમવારે તેમનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાલિકા દ્વારા ખાસ ઝુંબેશ ચલાવી સુપર સુપર સ્પ્રેડરને શોધીને ટેસ્ટ કરી ચેપને અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. સુરતમાં લોકો શાકભાજી, ફ્રુટ, કરિયાણા, હેર સલૂન અને ડેરીવાળા અનેક લોકોના સંપર્કમાં આવતા હોવાથી તેમના દ્વારા મોટા પ્રમાણમાં કોરોના ફેલાઈ શકે છે. અત્યાર સુધીમાં પાલિકા દ્વારા 1175 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 76 જેટલા સુપર સ્પ્રેડર મળી આવ્યા છે.

મિટિંગ બાદ આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી

નાયબ આરોગ્ય અધિકારી ડો. ખત્રીએ જણાવ્યું હતું કે, મિટિંગમાં ચર્ચા થઈ હતી. ચાની લારી, પાનના ગલ્લા અને હેર સલૂન પર સુપર સ્પ્રેડર પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઈ તમામ બંધ કરાવવાના આદેશ બાદ અઠવા ઝોનમાં કામગીરી હાથ ધરાઈ છે

188 પાનની દૂકાનોને દંડ કરાયો

પાન દૂકાનો-ગલ્લાઓ સામે ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. પાનની દૂકાનો-ગલ્લાઓમાં વધારેમાં વધારે લોકો ભીડ કરે છે અને સોશિયલ ડિસ્ટંન્સીંગ, માસ્કના નિયમોનું પાલન કરતાં નથી એવા કિસ્સામાં આજ રોજ લગભગ 188 પાનની દૂકાનો પર દંડ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ કોઈ પણ રીતે સોશિયલ ડિસ્ટંન્સીંગનો અગર કોઈ પણ રીતે ભંગ થતો હોય તો પાનના ગલ્લા જે છે એને બંધ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. એટલે વિનંતી છે કે, લોકો જ્યારે ગલ્લા-પાન દૂકાનો પરથી પાન, માવા, ગુટખા, તંબાકૂ લઈ ખાઈને બહાર થૂંકે નહી કારણ કે થૂંકવાથી ‘એરેઝોલ’ નીકળે છે અને તેનાથી બીજા લોકો ને ચેપ પહોંચવાની ગંભીરતા વધી જાય છે અને જાહેરમાં થૂંકવું એક ન્યૂશન્સરૂપ છે માટે ગલ્લાઓ, પાન દૂકાનો વસ્તુઓ માત્ર ટેક અવે પુરતું જ પાર્સલ જ આપે સોશિયલ ડિસ્ટંન્સીંગ જળવાઈ રહે તે માટે તમામ વ્યવસ્થા કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here