Wednesday, September 22, 2021
Homeરસીકરણને અડધું વર્ષ : સુરત જિલ્લાનાં 105, વડોદરાનાં 15, જૂનાગઢનાં 9 ગામમાં...
Array

રસીકરણને અડધું વર્ષ : સુરત જિલ્લાનાં 105, વડોદરાનાં 15, જૂનાગઢનાં 9 ગામમાં 100% રસીકરણ

રાજ્યમાં 16મી જાન્યુઆરીએ રસીકરણની શરૂઆત થઈ હતી. રસીકરણના 6 મહિનામાં ગુજરાતમાં 2.90 કરોડનું રસીકરણ થયું છે, જેમાં 2.23 કરોડને પહેલો ડોઝ, જ્યારે 66.93 લાખને બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 18 વર્ષ ઉપરની 4.93 કરોડ વસતિમાં 45%ને પહેલો ડોઝ, જ્યારે 13%ને બન્ને ડોઝ અપાયા છે.

ફાઇલ તસવીર.

રાજ્યનાં કુલ 18 હજારથી વધારે ગામોમાંથી 6 મહિનામાં માત્ર 155 ગામ જ એવાં છે, જ્યાં 100% રસીકરણ થઇ ગયું છે. 237 ગામમાં 90% ઉપર અને 325 ગામમાં 80%થી વધુ રસીકરણ થયું છે. 100% રસીકરણ થયું હોય એવાં ગામોની સંખ્યા એક ટકા જેટલી પણ નથી. રાજ્યનાં 8 મહાનગરમાં 18 વર્ષ ઉપરની 1.10 કરોડ વસતિ, જ્યારે અન્ય તમામ જિલ્લાઓમાં 3.83 કરોડ વસતિ છે. મહાનગપલિકાઓમાં 65 ટકાને પહેલો ડોઝ અને 18 ટકાને બન્ને ડોઝ અપાયા છે. મહાનગરપાલિકા સિવાય તમામ જિલ્લાઓ સહિતના વિસ્તારોમાં 39 ટકાને પહેલો ડોઝ, જ્યારે 12 ટકાને બન્ને ડોઝ અપાયા છે.

કોર્પોરેશન વિસ્તારોમાં 65%ને પહેલો અને 18%ને બન્ને ડોઝ

સ્થિતિ 8 કોર્પોરેશન અન્ય તમામ જિલ્લા
વસતિ 1.10 કરોડ 3.83 કરોડ
કુલ રસીકરણ 93.35 લાખ 1.96 કરોડ
ટકા 84% 52%
પહેલો ડોઝ 72.66 લાખ 1.50 કરોડ
ટકા 65% 39%
બીજો ડોઝ 20.68 લાખ 46.17 લાખ
ટકા 18% 12%
(સંદર્ભઃ કોવિન ડેશબોર્ડ, વસતિના આંકડા 18 વર્ષથી ઉપરના)

વડોદરાનાં 15, જૂનાગઢનાં 9 ગામમાં 100% રસીકરણ

જિલ્લો કુલ ગામો અહીં 18+ વસતિ 100% રસીવાળા કુલ ગામ 90% રસીવાળા કુલ ગામ 80% રસીવાળા કુલ ગામ પહેલો ડોઝ બીજો ડોઝ
સુરત 702 16.08 105 25 34 33% 8.70%
વડોદરા 664 12.09 15 43 0 50% 12%
જૂનાગઢ 504 10.05 9 45 39 36% 14%
પાટણ 517 10.93 5 2 2 38% 11%
વલસાડ 470 13.91 1 15 50 38% 13%
ગાંધીનગર 284 9.15 4 2 0 46% 12%
નવસારી 388 10.85 5 14 32 45% 16%
છોટાઉદેપુર 833 8.74 4 3 36 35% 11%
મહીસાગર 755 8.11 1 0 0 47% 16%
ભરૂચ 675 12.65 2 0 0 50% 13%
ખેડા 520 16.87 1 1 1 38% 11%
મહેસાણા 602 16.68 2 6 10 48% 15%
રાજકોટ 594 14.83 1 49 27 38% 11%
સુરેન્દ્રનગર 650 12.73 0 25 45 38% 8.40%
આણંદ 351 16.96 0 0 16 41% 13%
તાપી 291 6.58 0 5 9 43% 11%
સાબરકાંઠા 712 11.43 0 5 17 44% 13%
મોરબી 362 7.92 0 1 5 35% 9.70%
નર્મદા 557 4.81 0 1 6 45% 14%
(સંદર્ભઃ જિલ્લાઓમાંથી મળેલી માહિતી,18 વર્ષ ઉપરની વસતિ લાખમાં)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments