દેશના બીજા સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ અદાણી : ગ્રુપ પર નેટવર્થ કરતા અડધુ દેવુ.

0
0

ગૌતમ અદાણી તેમના જીવનમાં આવેલી દરેક મુશ્કેલીનો દ્રઢપણે સામનો કરીને ઉભરી આવ્યા છે, પછી તે તેમના કારોબારને લગતા પડકાર હોય કે વ્યક્તિગત મુશ્કેલી હોય. 20 વર્ષ અગાઉ ખંડણી મેળવવાના ઉદ્દેશથી તેમનું અપહરણ થયુ હતું અને વર્ષ 2008માં તાજ હોટલ પર આતંકવાદી હુમલામાં બંધક બનાવવામાં આવ્યા હતા. તેમની કારોબારને લગતી ક્ષમતા અને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર નિકળવાની તેમની ઉત્તમ કલાએ તેમને આજે ભારતના બીજા ક્રમના સૌથી શ્રીમંત વ્યક્તિ બનાવ્યા છે. કોરોનાને લીધે દેશના અર્થતંત્રની પ્રગતિ ધીમી પડી ગઈ, પણ અદાણી ગ્રુપનો કારોબાર ફેલાતો રહ્યો છે. ગ્રુપે વૈશ્વિકસ્તરે અનેક કંપનીઓ સાથે સમજૂતી કરી, રોકાણ મેળવ્યું અને નવા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે.

 

ગ્રુપ કંપનીના શેરોમાં વિક્રમજનક તેજી

ગ્રુપની માઈનિંગ, ગેસ અને પોર્ટ્સ સહિતની મોટાભાગની કંપનીના શેરોમાં ખૂબ જ તેજી જોવા મળી રહી છે. 6 અબજ ડોલરની સોવર પાવર ડીલ બાદ અદાણી ગ્રીન એનર્જીના શેરની કિંમતમાં આ વર્ષે લગભગ 6 ગણો વધારો થયો છે. આ ડીલને લીધે વર્ષ 2025 સુધીમાં તે વિશ્વની સૌથી મોટી ગ્રીન એનર્જી કંપની બનવાની દિશામાં અગ્રેસર છે.

અદાણીને લઈ શેર બજાર FOMO સિંડ્રોમનો શિકાર

IIFL સિક્યોરિટીઝના ઈન્વેસ્ટમેન્ટ ડિરેક્ટર સંજીવ ભસીનના મતે જ્યાં સુધી અદાણી ગ્રુપની કંપનીની વાત છે તો શેરબજાર તેમને લઈ FOMO (Fear Of Missing Out) સિંડ્રોમથી ગ્રસ્ત છે. રોકાણકારોને લાગે છે કે ગ્રુપની કંપનીના શેરોને છોડવાની સ્થિતિમાં ક્યાંક શાનદાર વળતરની મોટી તક ચુકી ન જાય. ગ્રુપની કંપનીઓએ તેમના વિચારો સરકારના વિઝનને અનુરૂપ બનાવ્યા છે. જેથી આગામી 5-6 વર્ષ સુધી ગ્રુપના કારોબારની સફર સરળ રહી શકે છે.

ભારતના બીજા ક્રમના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ

ગૌતમ અદાણી 32.40 અબજ ડોલર (2.3 લાખ કરોડ)ની સંપત્તિ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બાદ ભારતના બીજા ક્રમના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ છે. બ્લૂમબર્ગની બિલિયોનર્સ ઈન્ડેક્સ પ્રમાણે અદાણીની સંપત્તિમાં 21.2 અબજ ડોલર (1.5 લાખ કરોડ રૂપિયા)નો વધારો થયો છે. આ વર્ષે કંપનીના શેરની કિંમતમાં ભારે તેજીને પગલે આ ઉછાળો આવ્યો છે.

મુંબઈની ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં નસીબ અજમાવ્યું

અદાણીએ 80ના દાયકાની શરૂઆતમાં કોલેજનો અભ્યાસ અધવચ્ચે છોડી મુંબઈની ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં નસિબ અજમાવ્યું. કેટલાક સમય બાદ ભાઈના પ્લાસ્ટીક કારોબારમાં મદદ કરવા માટે ગુજરાત પરત આવ્યા. ત્યારબાદ વર્ષ 1988માં ગ્રુપની ફ્લેગશિપ કોમોડિટી ટ્રેડિંગ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસની શરૂઆત કરી. એક દાયકા બાદ અરબ સાગરના તટ પર મુદ્રા પોર્ટ શરૂ કર્યું. આ બિઝનેસ આગળ જતા આજે દેશના સૌથી મોટા પ્રાઈવેટ પોર્ટ ઓપરેટર તરીકેનું સ્વરૂપ લઈ ચુક્યો છે. આ ગ્રુપ આજે દેશની સૌથી મોટી વીજળી ઉત્પાદક કંપની બની ગઈ છે અને તે કોલસા ઉત્ખનન ક્ષેત્રમાં પણ અગ્રેસર છે.

કારોબાર રણનીતિમાં રાષ્ટ્ર નિર્માણનું વિઝન

અન્ય ઉદ્યોગપતિઓની માફક અદાણી સતત એવા નવા ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રીત કરતા રહ્યા કે જેને વિકસિત કરવા સરકાર ભાર આપી રહી છે તેમ જ સ્પર્ધાત્મકનું પ્રમાણ ઓછું છે. અદાણી અત્યારે રાષ્ટ્ર નિર્માણને પોતાની કારોબારી રણનીતિનો મહત્વનો હિસ્સો ગણાવે છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન સાથે તાલમેલ ધરાવે છે.

ગ્રોથની સંભાવનાવાળા કારોબાર પર ફોકસ

સેમકો સિક્યોરિટીઝના રિસર્ચ હેડ ઉમેશ મહેતા કહે છે કે અમદાવાદની ટ્રેડિંગ કંપનીથી શરૂઆત કરનાર ગ્રુપે વ્યાપક પ્રમાણમાં ડાયવર્સિફિકેશન કર્યું છે અને તેમની આ સફર શાનદાર રહી છે. ગ્રુપે ગ્રોથની સંભાવનાવાળા કારોબારનું સર્જન કરી ફ્યુચરિસ્ટીક વિઝન અપનાવ્યુ હતું. તેનાથી દેશના વિકાસમાં ગ્રુપનું મોટું યોગદાન હશે,જે સરકાર માટે પણ લાભદાયક હશે.

ઓસ્ટ્રેલિયામાં કાર્માઈકલ કોલ પ્રોજેક્ટ ફસાયો

ભારતમાં અદાણી ગ્રુપનો કારોબાર ખૂબ ઝડપથી વધી રહ્યો છે, પણ ઓસ્ટ્રેલિયામાં તેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં ગ્રુપના વિવાદાસ્પદ કાર્માઈકલ કોલ પ્રોજેક્ટ સામે સ્ટોપ અદાણી મૂવમેન્ટ ચાલી રહી છે અને રોકાણકારો પણ તેનાથી દૂર થઈ રહ્યા છે. વર્ષ 2019માં તે સંસદય ચૂંટણીનો એક મુદ્દો બન્યો હતો અને વિવાદથી તેનું નામ હટાવવા માટે એક મહિનામાં અદાણી એન્ટરપ્રાઈઝિસે ત્યાં પોતાની માઈનિંગ કંપનીનું નામ પણ બદલી નાંખ્યુ હતું.

ગ્રુપ પર 17 અબજ ડોલરનું દેવુ

ગ્રુપે ઘણી ઝડપથી કારોબારનો ફેલાવો કર્યો છે, પણ તેની ઉપર 17 અબજ ડોલરનું દેવુ થઈ ગયુ છે. આ દેવાનું પ્રમાણ તેની નેટવર્થ કરતા અડધું પ્રમાણ ધરાવે છે. અદાણી ગ્રુપે આ માટે કેટલાક હસ્તક ગ્રીન એનર્જીમાં હિસ્સો વેચીને ભંડ એકત્રિત કરી રહી છે. પુનઃપ્રાપ્ય ઉર્જામાં પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવા ઈચ્છતા વિદેશી રોકાણકારો તથા ગ્લોબલ એનર્જી ક્ષેત્રની કંપનીઓને ભારતમાં અદાણી ગ્રુપ આકર્ષક લાગી રહ્યું છે.

ફ્રાંસની દિગ્ગજ કંપની ટોટસ એસએ અગાઉથી જ અદાણી ગ્રીન અને અદાણી ગેસમાં આર્થિક રોકાણ કરેલુ છે. જ્યારે ઈટાલીના બિઝનેસ એન્ટરપ્રાઈઝ સ્નેમ હાઈડ્રોજન અને ક્લીન ફ્યુઅલ સ્પેસમાં તકોને શોધવા માટે વ્યૂહાત્મક ભાગીદારી માટે વિચારણા કરી રહી છે.

ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટમેન્ટ અદાણીને નજર અંદાજ કરી શકે નહીં

કે આર ચોક્સી ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સના એમડી દેવેન ચોક્સી કહે છે કે સંસ્થાગત રોકાણકારો અદાણીને નજર અંદાજ કરી શકે નહીં, તેમની પાસે ભારત જેવા ઝડપભેર વિકાસ પામતા બજારમાં કેશ નજરેટીંગ એસેટ્સ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here