અધધ… દેશની 25 વર્ષથી બે લાખ અને 50 વર્ષથી એક હજાર કોર્ટ કેસો પેન્ડિંગ

0
29

નવિ દિલ્લી : દેશની વિવિધ કોર્ટમાં પેન્ડિગ કેસોને લઇને મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ ચિંતા વ્યક્ત કરી છે. સાથે વર્તમાન પરિસ્થિતિ અંગે પણ તેમણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. રંજન ગોગોઇએ જણાવ્યું હતું કે દેશની કોર્ટોમાં છેલ્લા 50 વર્ષથી પણ કેસો પેન્ડિંગ છે અને આવા કેસોની સંખ્યા એક હજાર જેટલી છે.

જ્યારે બે લાખથી વધુ કેસો એવા છે કે જે 25 વર્ષથી પેન્ડિંગ છે. આ ઉપરાંત 90 લાખ પેન્ડિંગ દીવાની કેસોમાં 20 લાખ એવા છે કે જેમાં સમન્સ પણ નથી મોકલવામાં આવ્યા. દેશના મુખ્ય ન્યાયાધીશ ગોગોઇએ સાથે દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દેશમાં કેટલાક અને સમૂહોનું આક્રામક અને ગેરજવાબદારીભર્યંુ વર્તન જોવા મળી રહ્યું છે.

સાથે રંજન ગોગોઇએ જણાવ્યું કે આ પ્રકારનું વર્તન અને વલણ માત્ર અપવાદો છે અને દેશની વર્તમાન બંધારણીય સંસ્થાઓ સામે આ પ્રકારનું આક્રામક અને ગેરજવાબદારી ભર્યું વર્તન અને વલણ હારી જશે.

ન્યાય અંગે વાત કરતા રંજન ગોગોઇએ જણાવ્યું હતું કે આજે હું એ કહેવા માટે મજબૂર છુ કે ન્યાયાધીશો અને ન્યાયિક અધિકારીઓએ એ વાતને જરૂર યાદ રાખવું જોઇએ કે જનતાના જે વિશ્વાસ અને ભરોસા પર આપણી સંસ્થાઓનું અસ્તિવ છે તે આપણા આદેશો અને નિર્ણયો પર આધારિતછે.

મુખ્ય ન્યાયાધીશે આ નિવેદન ગુવાહાટી હાઇકોર્ટના ઓડિટોરિયમનો પાયો નાખ્યો તે દરમિયાન કર્યું હતું. તેમણે પેન્ડિંગ કેસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી સાથે ગુવાહાટી હાઇકોર્ટના એક્ટિંગ ચિફ જસ્ટિસ અરૂપ કુમાર ગોસ્વામીને આદેશ આપ્યો હતો કે જે પણ કેસો પેન્ડિંગ છે તેનો તાત્કાલીક ધોરણે નિકાલ કરવામાં આવે.

પેન્ડિંગ કેસોની સંખ્યા જણાવતા તેમણે કહ્યું હતું કે દેશમાં એક હજાર કેસો એવા છે કે જે છેલ્લા 50 વર્ષથી પેન્ડિંગ છે. જ્યારે બે લાખ કેસો 25 વર્ષથી કોઇ નિકાલ જ ન આવ્યો હોવાથી પેન્ડિંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here