Thursday, August 11, 2022
Homeમન કી બાત : મોદીએ કહ્યું- 2020ની અડધી સફર પૂરી, પરંતુ લોકોમાં...
Array

મન કી બાત : મોદીએ કહ્યું- 2020ની અડધી સફર પૂરી, પરંતુ લોકોમાં એક જ વાતની ચર્ચા વર્ષ ઝડપથી કેવી રીતે વિતશે

- Advertisement -

નવી દિલ્હી. વડાપ્રધાન મોદી આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધી રહ્યા છે. તેમણે શરૂઆતમાં કહ્યું કે,શું આ બધી આપદાઓના કારણે 2020ને ખરાબ માની લેવું જોઈએ?.એક વર્ષમાં એક મુશ્કેલી આવે કે હજાર એનાથી એ વર્ષ ખરાબ ન થઈ જાય. લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવીને જોવા વાળાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.લદ્દાખમાં જે 20 જવાન શહીદ થયા છે તેમને આખો દેશ નમન કરે છે. આ સાથીઓના પરિવારના જેમ દરેક ભારતીય તેમને ગુમાવવાનું દુઃખ અનુભવી રહ્યા છે. આ વખતે મન કી બાત કાર્યક્રમ માટે તેમણે 14 જૂને ટ્વિટ કરીને જનતા પાસે સૂચનો માંગ્યા હતા.વર્ષ 2020ની અડધી સફર પુરી થઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં મહામારીની ચર્ચા થઈ રહી છે. દરેક એક જ વિષય પર ચર્ચા કરી રહ્યું છે કે આ વર્ષ ઝડપથી જતું રહે, આ બિમારી ક્યારે ખતમ થશે. કોઈ કહી રહ્યું છે કે, 2020 શુભ નથી. ક્યારેક ક્યારેક તો વિચારું છું કે આવું કેમ થઈ રહ્યું છે.

આપણે દરેક સંકટને પાર કર્યુ
સંકટ આવતા રહ્યા પણ તમામ મુશ્કેલીઓને દૂર કરીને નવી રચના કરી. નવા સાહિત્ય રચ્યા. આપણો દેશ આગળ વધતો રહ્યો. ભારતે સંકટને સફળતાની સીડીમાં પરિવર્તિત કર્યં છે. તમે પણ આ જ વિચારથી આગળ વધશો. તમે આ જ સંકલ્પ સાથે આગળ વધશો તો આ વર્ષ કીર્તિમાન સ્થાપિત કરશે. મને દેશની જનતા પર પુરેપુરો વિશ્વાસ છે.

હાલ થોડા દિવસ પહેલા દેશના પૂર્વ ભાગમાં અમ્ફાન નામનું તોફાન આવ્યું, તો પશ્વિમમાં સાઈક્લોન નિર્સગ આવ્યું, કેટલાક રાજ્યોમાં આપણા ખેડૂત ભાઈ બહેનો તીડના હુમલાથી હેરાન થઈ રહ્યા છે, તો દેશના ઘણા ભાગોમાં નાના નાના ભૂંકપના આચંકા અટકવાનુ નામ નથી લઈ રહ્યા

ભારતે જે પ્રકારે મુશ્કેલ સમયમાં દુનિયાની મદદ કરી, તેને આજે શાંતિ અને વિકાસમાં ભારતની ભૂમિકાને વધારે મજબૂત કરી છે.દુનિયાએ ભારતની વિશ્વ બંધુત્વની ભાવનાને પણ અનુભવી છે. આપણી સંપ્રભુતા અને સીમાઓની રક્ષા કરવા માટે ભારતની શક્તિને પણ જોઈ.આ જ વર્ષે દેશ નવા લક્ષ્ય પ્રાપ્ત કરશે, નવી ઊંચાઈ પર જશે, મને પુરે પુરો વિશ્વાસ છે, 130 કરોડ દેશવાસીઓની શક્તિ પર મને વિશ્વાસ છે, આપ સૌની પર. આ જ દેશની મહાન પરંપરા છે.

ભારતને દુશ્મનને જવાબ આપતા પણ આવડે છે
લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવીને જોવા વાળાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.લદ્દાખમાં જે 20 જવાન શહીદ થયા છે તેમને આખો દેશ નમન કરે છે. આ સાથીઓના પરિવારના જેમ દરેક ભારતીય તેમને ગુમાવવાનું દુઃખ અનુભવી રહ્યા છે.ભારત મિત્રતા નિભાવવાનું પણ જાણે છે અને આંખોમાં આખો મિલાવીને જોતા અને જવાબ આપતા પણ સારી રીતે જાણે છે.

વડાપ્રધાન મોદીએ તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, આ મહિને  #MannKiBaat કાર્યક્રમ 28 જૂને પ્રસારિત થશે. જેમાં બે સપ્તાહ બાકી છે એટલે તમે તમારા સૂચનો આપો. જેનાથી હું વધારેમાં વધારે લોકોના વિચાર જાણી શકીશ અને ફોન કોલ દ્વારા તેમની સાથે જોડાઈ શકીશ. મને વિશ્વાસ છે કે તમારી પાસે કોવિડ-19 સામે લડાઈ અને ઘણા અન્ય મુદ્દાઓ પર કહેવા માટે ઘણું બધું હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular