ચોમાસું : હાલોલ પંથકમાં 6 ઇંચ વરસાદ, પવિત્ર પાવાગઢમાં સોળે કળાએ ખીલ્યું કુદરતી સૌદંર્ય

0
44

હાલોલ: મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર અહેવાલ મુજબ બુધવારે સવારે 8 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન ડભોઇ તાલુકામાં 152મીમી, હાલોલમાં 150મીમી (6 ઇંચ), કરજણ તાલુકામાં 137મીમી અને વાઘોડિયામાં 125મીમી જેટલો અનારાધાર વરસાદ વરસ્યો હતો.

 

મુશળધાર મેઘકૃપાના પગલે પવિત્ર પાવાગઢના ડુંગરોમાંથી ઝરણા વહેવાનું શરૂ થયું હતું. સાપુતારાના પર્વતોની જેમ આ પંથકમાં પણ સુંદર ઝરણાઓના કારણે કુદરતી સૌદર્ય ખીલી ઊઠ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here