Thursday, October 21, 2021
Homeહાલોલ : પાવાગઢ રોડ પર નગ્ન હથિયારો સાથે થયેલી મારામારીનો વિડીયો વાયરલ
Array

હાલોલ : પાવાગઢ રોડ પર નગ્ન હથિયારો સાથે થયેલી મારામારીનો વિડીયો વાયરલ

હાલોલ: હાલોલ પાવાગઢ રોડ પર આવેલ એક ચાહની કીટલી વાળા અને કરિયાણાના જથ્થાબંધ દુકાનદાર વચ્ચે છેલ્લા બે મહિનાથી જમીન તકરારના વિવાદ વચ્ચે આજે સોશિયલ મીડિયામાં મોડી રાત્રે મારામારી સાથે હથિયારો નું નગ્ન પ્રદર્શન થતા વિડિયો અને ફોટા વાયરલ થતા તરેહ તરેહની ચર્ચાઓ વચ્ચે વાયરલ થયેલા ફોટા અને વિડિયો ઉપરોક્ત ચાની કેટલી વાળા અને જથ્થાબંધ દુકાનદાર વચ્ચે થયેલ ઘર્ષણ ના હોવાનું સપાટી પર આવ્યું છે જોકે આ મારામારીની ઘટના અંગે કોઈપણ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળેલ છે.

હાલોલ પાવાગઢ રોડ પર આવેલ ગાયત્રી મંદિર સામે છેલ્લા ત્રીસેક વર્ષથી ચાહ ની કીટલી ચલાવતા જગદીશભાઈ ઠાકોર અને બાજુમાં અનાજ કરિયાણા નો જથ્થાબંધ વેપાર કરતા ભવાનીશંકર ઉર્ફે રાજુભાઈ મહેશ્વરી વચ્ચે જમીન બાબતે અવારનવાર ઝઘડા તકરાર થતા હાલોલ શહેર પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે બંને પક્ષના સભ્યોના મામલતદાર માં અટકાયતી પગલાં ભરી જામીન પર છોડયા હતા.

જમીન તકરાર ના વિવાદ વચ્ચે આજે સોશિયલ મીડિયા ઉપર મોડી રાત્રે મારામારી સહિતના વીડિયો અને ફોટા સહીત હથિયારોનો નગ્ન પ્રદર્શન વાયરલ થતાં પંથકમાં ભારે ચર્ચા ઓ જાગી હતી.વિવાદિત જમીન નું કોર્ટ કમિશન દ્વારા સ્થળ સ્થિતિની જાણકારી મેળવવાની હોય પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો પણ એક પક્ષકાર હાજર ન રહેતા કાર્યવાહી થઈ શકી નહોતી બીજી તરફ ચાની કીટલી ધરાવતા જગદીશ ઠાકોર અને તેમના પરિવારે મીડિયા સમક્ષ સામે પક્ષના રાજુ મહેશ્વરી સામે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે મોડી રાત્રે ત્રણેક વાગ્યાના સુમારે રાજુ મહેશ્વરી અને તેના 15 થી 20 જેટલા સાગરિતોએ અમારા પર હુમલો કરતા માયાબેન ઠાકોર ને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે.

રાજુ અને તેના માણસો એ અમારી ચા ની કેટલી ની દુકાન આગળ જબરજસ્તી અમને પકડી રાખી ખાડા ખોદી તેમના નામના માલિકી દર્શાવતા બોર્ડ લગાવી દુકાન ની ચારેબાજુ લોખંડના તાર વિટી દેવાયા હોવાનું જણાવ્યું છે.નોંધનીય છે કે વિવાદિત રાજુભાઈ મહેશ્વરી ની પત્ની રીનાબેન ભવાનીશંકર ઉર્ફે રાજુભાઈ મહેશ્વરી હાલોલ તાલુકાના વડાતળાવ પંચાયતના વર્તમાન સરપંચ છે તેમના કાર્યકાળ દરમ્યાન પંચાયતની સરકારી જમીનમાં પતિ રાજુભાઈ મહેશ્વરી દ્વારા ગેરકાયદેસર એક ઓઇલ મીલ અને ગોડાઉનો ઉભા કરી દેતા જિલ્લા વહીવટી તંત્રની તપાસ બાદ તાજેતરમાં જ હાલોલ મામલતદાર દ્વારા મીલ અને ગોડાઉનને સીલ મારી કાર્યવાહી કરાઇ છે.

20 થી 25 લોગોને હમલા કરકે મારા 
હમ પેતીસ ચાલીસ સાલ સે રહે રહે હે ચાય કી કેટલી ચલાકે ગુજાર કરતે હે રાતકો રાજુ મારવાડી બીસ પચીસ લોગો કો લેકે આયા થા સબ લોગો કે હાથ મેં નરાસ હથોડા થે ઉનસે હમ લોગો પર હમલા કરકે મારા મેરી સાંસ કો ચોંટે આઈ લોગો ને ગડા ખોદ કે જબરજસ્તી બોર્ડ ગાળ દીયે હે. >સુષ્મા ઠાકોર, અસરગ્રસ્ત

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments