હળવદ : રણમલપુરના આશ્રમમાં 3 બુકાનીધારીએ મહંત-સેવકને માર મારી રૂ.60 હજાર લૂંટ્યા

0
38

હળવદ: હળવદ તાલુકા નારણમલપુર ગામ નજીક આવેલા આશ્રમમાં ગત મોડી રાત્રે ત્રણ અજાણ્યા બુકાનીધારી લૂંટારૂઓએ ધાડ પાડી હતી. પ્રથમ આશ્રમના નીચેના માળમાં સુતેલા મહંતને લૂંટારૂઓએ માર માર્યો હતો. બાદમાં ઉપરના માળે સુતેલા સેવકને માર મારીને રૂમમાં પુરી દઈને ત્રણેય લૂંટારૂઓ રૂ.60 હજારની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ કંકાવટી રોડ પરના ગંગામૈયા આશ્રમમાં મહંત સુદર્શન બાપુ શુક્રવારની રાત્રે પોતાના નીચે રૂમમાં સુતા હતા. ત્યારે અંદાજે 1 વાગ્યાની આસપાસ ત્રણ બુકાનીધારી લૂંટારૂઓ આશ્રમમાં લૂંટના ઇરાદે ત્રાટકયા હતા. મંહતને માર માર્યા બાદ લૂંટારુઓ આશ્રમના ઉપરના માળે જઈને ત્યાં સુતેલા સેવક લક્ષમણબાપુને માર માર્યો હતો. તેમજ તેમને ઉપરના માળના રૂમમાં પુરી દઈને ફરીને નીચેના રૂમમાં આવીને તિજોરીની ચાવી માટે આખો રૂમ વેર વિખેર કરી નાખ્યો હતો. અંતે તિજોરીની ચાવી મળી જતા ત્રણેય લૂંટારૂઓ તિજોરીમાંથી રોડકા રૂ.60 હજારની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની મંહત સુદર્શને હળવદ પોલીસને જાણ કરતા હળવદ પોલીસ સ્ટેશન પીએસઆઇ પી.જી.પનારા, રમેશભાઈ ગોહિલ, ભરતભાઇ આલ, સી.એમ ઈન્દરિયા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

સુતેલા સેવકને માર મારીને રૂમમાં પુરી દઇને લૂંટ ચલાવી 
જોકે આ ત્રણેય લૂંટારૂઓએ સેવક લક્ષમણબાપુને લૂંટમાં ખલેલ ન પહોંચાડે તે માટે માર મારીને રૂમમાં પુરી દીધા હતા. આ બનાવમાં સેવકને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઇ હતી.

લૂંટારૂઓએ માર મારતા મહંત જીવ બચાવીને ભાગ્યા 
મહંત જાગી જતા લૂંટારૂઓએ તેમની પાસે તિજોરીની ચાવી માંગી હતી. ત્રણેય લૂંટારૂઓએ તેમના પર ધોકાથી હુમલો કર્યો હતો.આથી મહંત સુદર્શન બાપુ જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here