- Advertisement -
હળવદના સીરોઈ ગામ નજીક આવેલા કુવામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે તેમજ મૃતકના પેટમાં પથ્થર બાંધેલા જોવા મળતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
ચકચારી બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સીરોઈ ગામની સીમમાં આવેલ કુવામાં અજાણ્યા યુવાનનો મૃતદેહ હોવાની માહિતી મળતા ગ્રામજનો દોડી ગયા હતા અને કુવામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો બ્રાહ્મણી ડેમ નજીકના કુવામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે અને મૃતકના પેટ par પથ્થર પણ બાંધેલ જોવા મળતા હત્યા છે કે પછી આત્મ હત્યા તે અંગે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે મૃતદેહ અંગે જાણ થતા હળવદ પોલીસ પણ દોડી ગઈ હતી ગ્રામજનોની મદદથી મૃતદેહ બહાર કાઢ્યા બાદ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે અને હળવદ પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી