હળવદ શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાલજી ની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું

0
78
એકાત્મ માનવવાદ અને અંત્યોદય ના પ્રણેતા પ્રખર રાષ્ટ્રવાદી મહાન વિચારક શ્રધેય પંડિત દિનદાયલ ઉપાધ્યાયજી ની જન્મજયંતી નિમિતે હળવદ ના સરાનાકા ખાતે પંડિતજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ નો કાર્યક્રમ હળવદ શહેર ભાજપ દ્વારા યોજાયો હતો. પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીયે એક વખત કહ્યું હતું કે આઝાદી મેળવવા માટે બલિદાનોની, શહીદ થવા તૈયાર લોકોની જરૂર હોય છે, પરંતુ આઝાદી પ્રાપ્ત થયા પછી દેશ માટે જીવનારા લોકોની જ વધારે આવશ્યકતા હોય છે. દેશ પહેલો, બાકી બધું પછી.
પંડિત દીનદયાળજી ના આવા રાષ્ટ્ર પ્રથમ ના વિચાર ને વરી દેશ ના હજારો કાર્યકર્તાઓ રાષ્ટ્ર માટે કાર્ય કરી રહ્યા છે  ત્યારે રાષ્ટ્રભક્તિ થી ઓતપ્રોત રાષ્ટ્રભકત પંડિત દિનદાયલજી ને હળવદ ના નગરજનો એ પુષ્પાંજલિ અર્પણ કરી હતી જેમાં હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ , પૂર્વ પ્રમુખ કેતનભાઈ દવે , દાદભાઈ ડાંગર , એ.ટી.રાવલ , રમેશભાઈ ભગત , તપનભાઈ દવે , જશુબેન પટેલ , ચંદુભાઈ ઝાલા , તુલસીબાપા નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ને સફળ બનાવવા તપન દવે , રવિ પટેલ , અશોક પ્રજાપતિ , મહાવીર ઠાકર સહિત યુવાનો એ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here