હળવદ : સરકારી કચેરીઓમાંજ સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો !

0
0
ગંદકીનું સામ્રાજ્ય: સરકારી કચેરીઓ ગંદકીથી ખદબદે છે : સરકારી બાબુઓ કચેરીમાં સ્વચ્છતા જાળવી શકતાં નથી
સરકાર દ્વારા દેશને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે અત્ર-તત્ર- સર્વત્ર સ્વચ્છતાના અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. જોકે સમય પસાર થતાંની સાથે જ સ્વચ્છતા અભિયાન માત્ર જાહેરાતોમાં અને પોસ્ટરોમાં જ સિમિત રહી ગયું હોય તેમ સ્વચ્છતા બાબતે કોઇ ગંભીરતા દાખવવામાં આવતી નથી. ગંભીર બાબત એ છે કે, સરકારી કચેરીમાં જ નર્કાગારની સ્થિતિ જોવા મળે છે. સ્વચ્છતાના કોન્ટ્રાક્ટ પાછળ લાખો રૂપિયાના ખર્ચ છતાં કોઇ જ અસર જોવા મળતી નથી.
સ્વચ્છતા અભિયાન થકી દેશને સ્વચ્છ કરવાના મસમોટા અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. જાહેરાતો કરી, લોકોને પણ આ અભિયાનમાં જોડાવવા માટેની અપીલ કરવામાં આવી હતી. લોકો પણ સ્વેચ્છાએ જોડાયા હતા. નેતાઓથી લઇને, રાજકીય આગેવાનો, સરકારી વિભાગના અધિકારીઓ તમામ લોકો સ્વચ્છતા જાળવવામાં જોતરાઇ ગયા હતા. બીજી તરફ જે સરકારની, સરકારના વિભાગોની સ્વચ્છતા જાળવવાની જવાબદારી હતી તે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની આસપાસ ગંદકી ન ફેલાય એટલી પણ તકેદારી રાખી શકવામાં નિષ્ફળ નિવડ્યા છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here