હળવદ : સુખપર અને શક્તિનગર ગામે મોરબી જિલ્લા પંચાયત દ્વારા મચ્છરદાની નું વિતરણ કરવામાં આવ્યું .

0
0
હાલ ચોમાસાની ઋતુમાં રોગચાળો માથું ઉંચકતા હોય છે હાલ હળવદમાં પણ રોગચાળાએ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે દેખા દીધી છે. ત્યારે હાલ આરોગ્ય ટીમ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના એક એક ઘર ખૂંદી વળી ફોગીંગ તેમજ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
 આજે હળવદ જિલ્લા પંચાયત ની આરોગ્ય શાખા દ્વારા હળવદ તાલુકાના સુખપર અને શક્તિનગર ગામે ગર્ભવતી મહિલાઓને સ્વસ્થ સુરક્ષા માટે દવાયુક્ત મચ્છરદાની નું વિતરણ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમંતભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી અને જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વિવિધ રોગચાળા સામે રક્ષણ મેળવવા માહિતગાર કર્યા હતા.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here