Wednesday, September 22, 2021
Homeહળવદ પોલીસે ગરીબોને મીઠાઈ અને ફટાકડા વિતરણ કરી અનોખી દિવાળી ઉજવી.
Array

હળવદ પોલીસે ગરીબોને મીઠાઈ અને ફટાકડા વિતરણ કરી અનોખી દિવાળી ઉજવી.

પ્રકાશ અને ખુશીના પર્વ એવા દીપાવલીના પર્વની ઉજવણીમાં સૌ કોઈ વ્યસ્ત છે ત્યારે ખાખીધારી જવાનો આમ તો પોતાની ફરજના સ્થળે જ ઉજવતા હોય છે છતાં પરિવારથી દુર દિવાળી ઉજવતા પોલીસ જવાનો ગરીબ બાળકો ખુશીથી વંચિત ના રહી જાય તે માટે પણ જાગૃત હોય, હળવદ પોલીસે ગરીબ બાળકોને ફટાકડા અને મીઠાઈ વિતરણ કરીને દિવાળીની ઉજવણી કરી હતી
હળવદ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ પી જી પનારા, પીએસઆઈ જે બી ધનેશાની ટીમ દ્વારા હળવદ હરિદર્શન હોટલ પાસે તળાવ વિસ્તારમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ અને ફટાકડા વિતરણ કર્યું હતું ગરીબ પરિવારો માંડ માંડ ગુજરાન ચલાવતા હોય ત્યારે તહેવારોમાં ખર્ચ કરી સકતા નથી ત્યારે પોલીસના જવાનોએ આવા પરિવારોને દિવાળીની અનોખી ભેટ આપીને ખુશીઓ વહેંચી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments