હળવદ : પ્રમુખ બનવાની લહ્યમાં વેપારીઓમાં જ નવા સંગઠનને લઈ કચવાટ

0
72
હળવદમાં પ્રમુખ બનવાની લહ્યમાં ચાર-પાંચ વેપારીઓ એ વેપારીઓ વચ્ચે ભાગલા પડાવ્યા..?
હું તું અને  તનીયા ની જેમ હું પ્રમુખ તું ઉપપ્રમુખ અને તમે બે. મહામંત્રી:વેપારીઓમાં જ નવા સંગઠનને લઈ કચવાટ
હળવદ: આમ તો હળવદ શહેરમાં પાછલા ઘણા સમયથી હળવદ વેપારી મહામંડળ સંગઠન બનાવવામાં આવ્યું છે પરંતુ હળવદના ચાર-પાંચ વેપારીઓએ પ્રમુખ ઉપપ્રમુખ અને મહામંત્રી બનવા ની લાહ્યમાં વેપારીઓ વચ્ચે જ બે ભાગલા પાડી નવુ સંગઠન ઉભુ કર્યાની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે.
લોકોમાં ચર્ચા તી વિગતો મુજબ હળવદ શહેર વેપારી મહામંડળ ને કોરાણે મૂકી શહેરના ચાર-પાંચ વેપારીઓએ પ્રમુખ,ઉપપ્રમુખ મહામંત્રી અને મંત્રી બનવાની લાહ્યમાં વર્ષોથી ચાલતા સંગઠનમાં ભાગલા પાડી નવું વેપારીઓનું સંગઠન બનાવવામાં આવ્યું છે જોકે આ સંગઠનથી શહેરના મોટા ભાગના વેપારીઓ નાખુશ જણાઈ રહ્યા છે?
 ત્યારે નવા બનાવેલા સંગઠનને લઈ શહેરના બે વેપારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ગઈકાલે જ ચાર-પાંચ વેપારી દ્વારા પોતે મોટા ગજાના વેપારી હોય અને હોદા મેળવવાની લાલચે અમારા વેપારી મિત્રો મા ભાગલા પડાવી નવું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે જોકે આ સંગઠનમાં શહેરના ૧૨૦૦ જેટલાં વેપારીઓ માંથી માત્ર ૨૦૦ થી ૨૫૦ વેપારીઓ જ  જોડાયા હતા.
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ હાલ જે ચાર પાંચ વેપારીઓ નવા બનેલા સંગઠનમાં હોદ્દેદાર બન્યા છે તેઓ અગાઉ વેપારી મહામંડળ માં પણ હોય પરંતુ વેપારીઓને જરૂર પડ્યે ઉપયોગ થવાને બદલે ચાપલૂસી કરવામાં જ નવરા થતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જોકે હાલ તો શહેરના વેપારીઓને એક જ ચર્ચા ચાલી રહી છે કે સ્વાર્થ ખાતર વેપારીઓમાં ભાગલા પાડવા કેટલા યોગ્ય? સાથે જ વર્ષોથી ચાલતા વેપારી માહામંડળ માં એક પણ રૂપિયો ફી વેપારી પાશેથી લેવામાં આવતી નથી જ્યારે કેહેવાતા નવા સંગઠનમાં સભ્ય ફી  ૨૦૦ રૂપિયા રાખી હતી હવે આ સભ્યો ફિ ૨૦૦રૂપિયા દર મહિને આપવાની છે કે વર્ષે એ બાબતે પણ હાજર રહેલા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા હતા.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here