હળવદ : પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી,સ્કીલ ડેવલોપમેન્ટની કમાણી સૈનિકોને અર્પણ

0
39
પ્રજાસત્તાક દિન નિમિત્તે હળવદની વિવેકાનંદ ન્યુ એરા સાયન્સ એકેડમીમાં વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા બતાવવા માટે સ્કીલ ડેવલપમેન્ટ કાર્યક્રમ  કરવામાં આવશે જેમાં હળવદની વિવેકાનંદ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સ્કીલ ઉદ્ભવે તે માટે સ્કીલ ડેવલોપમેન્ટ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ૩૫ જેટલા સ્ટોલ ઉભા કરાશે જેમાં આયુર્વેદ સ્ટોલ, મોબાઈલ ઝોન,એગ્રીકલ્ચર સ્ટોલ,ફુડ મોલ સહિત અલગ અલગ સ્ટોલ ઉભાં કરાશે જેમાં ૨૫ અને ૨૬મી જાન્યુઆરી એમ બે દિવસની સંપૂર્ણ કમાણી દેશ હિત માટે વપરાય તે માટે સૈનિકોને અર્પણ કરવામાં આવશે.
ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવી દેશભક્તિ વિદ્યાર્થીઓમાં ઉદ્ભવે તેવાં શુભ આશયથી હળવદની ન્યુ એરા વિવેકાનંદ સાયન્સ એકેડમી દ્વારા બે દિવસીય સ્કીલ ડેવલોપમેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે તેમાં રહેલી સુશુપ્ત શક્તિ બહાર આવે અને પોતાની આવડત બતાવી શકે તે માટે તા.૨૫ અને ૨૬મી જાન્યુઆરી બે દિવસ અલગ અલગ કાર્યક્રમ જેવા કે મનોરંજન સ્ટોલ,મેડીકલ સ્ટોલ,આયુર્વેદ સ્ટોલ, એગ્રીકલ્ચર સ્ટોલ,મોબાઈલ ઝોન,ફુડ ઝોનમાં વેચાણ કરશે અને પ્રત્યક્ષ નફો નુકસાન અનુભવ કરશે અને જે પણ નફો થશે તેનો દેશહિત માટે સૈનિકોને ફાળો અર્પણ કરવામાં આવશે.
હળવદના શક્તિ નગર પાસે આવેલી ન્યુ એરા વિવેકાનંદ સાયન્સ એકેડમી દ્વારા બે દિવસીય સ્કીલ ડેવલોપમેન્ટ સાથે ‘મીશન મેરી મિટ્ટી’ અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં અલગ અલગ રમતો તેમજ વિવિધ કાર્યક્રમ યોજાશે જેમા બેસ્ટ પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે જેમાં આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here