મોરબી : છકડો ચલાવતા પિતાની પુત્રી 98.37 PR મેળવી ધોરણ-૧૨ આર્ટ્સમાં હળવદ તાલુકામાં પ્રથમ નંબર 

0
32
​એકદમ સાધારણ પરિસ્થિતિમાં પણ કેવું સુંદર મજાનું ગુલાબ ખીલી શકે છે તેનો નમુનો તાજેતરમાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના રીઝલ્ટમાં જોવા મળ્યો. પોતાના ગામના અન્ય વ્યક્તિની જમીન વાવીને ગુજરાન ચલાવતા જશમતપુર ગામના પરહાડિયા મનજીભાઈના પુત્ર રાહુલ પરહાડિયાએ હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં ધોરણ-૧૨ માં 98 PR મેળવ્યા છે.રાહુલે પોતાની મહેનત અને તક્ષશિલા સ્કુલના શિક્ષકોના માર્ગદર્શનથી આકડાશાસ્ત્રમાં 99, નામનાં મૂળતત્વોમાં 95 અને અર્થશાસ્ત્રમાં 97 માર્ક મેળવ્યા છે.કોમર્સના બધા વિષયોમાં A1 ગ્રેડ મેળવી ભવિષ્યમાં તે C.A બનવાનો ધ્યેય રાખે છે.
​​આવી જ પ્રેરક સ્ટોરી છે સાપકડા ગામના રવજીભાઈ ગોયલની. પોતે છકડો રીક્ષા ચલાવે છે,પરંતુ દિકરી ગોયલ લિલમને ખુબ ખંત અને લગનથી ભણાવે છે.ધોરણ-૧૨ આર્ટ્સમાં   98.37 PR સાથે હળવદ તાલુકમાં આર્ટ્સમાં પ્રથમ નંબર મેળવ્યો છે. નાનપણથી GPSC પરીક્ષા પાસ કરી સરકારી ઓફિસર બનવાનો ધ્યેય ગોયલ લીલમેં નિશ્વિત કર્યો છે.વકૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા જેવી તમામ પ્રવૃતિઓમાં તે હંમેશા આગળ રહે છે.
​​શાળાના ૧૨ થી વધુ વિદ્યાર્થીઓએ 90 થી વધુ PR મેળવી તક્ષશિલા વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે.
​​“મારે ધોરણ-૧૨માં આંકડાશાસ્ત્રમાં ૯૯ માર્ક અને નામનાં મૂળતત્વોમાં ૯૫ માર્ક,અર્થશાસ્ત્રમાં ૯૭ માર્ક આવેલ છે. કોમર્સના વિષયમાં A1 ગ્રેડ મેળવતા ભવિષ્યમાં હું CA બનવાનો ધ્યેય રાખું છુ” – પરહાડિયા રાહુલ.
​​મારા પિતાજી છકડો રીક્ષા ચલાવે છે,છતાં મને ભણાવવામાં કોઈ કસર છોડતા નથી.મે ધોરણ-૧૨ આર્ટસ પ્રવાહ એટલા માટે જ પસંદ કરેલ હતો કે ભવિષ્યમાં હું સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને GPSC ની પરીક્ષા પાસ કરી સરકારી ઓફિસર બની શકુ”- ગોયલ લિલમ.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here